________________
૩૬૮
નવ-તત્વ-દીપિકા થઈ પુનઃ મૂળ રૂપે થાય કે નહિ? અને થાય તે તે અન્યરૂપે કેટલે કાળ રહીને ફરી થાય? એમ જણાવવું, તે અંતરદ્વાર કહેવાય છે. અહીં અંતર શબ્દથી કાલનું વ્યવધાન સમજવાનું છે. ૭. ભાગદ્વાર
તે પદાર્થની સંખ્યા સ્વજાતીય કે પરજાતીય પદાર્થોના કેટલામે ભાગે અથવા કેટલા ગુણી છે? એમ જે દર્શાવવું તે ભાગદ્વાર કહેવાય છે. ૮, ભાવઢાર
પશમિક, ક્ષાયિક, લાપશમિક, ઔદયિક અને પારિણમિક આ પાંચ ભામાંથી તે પદાર્થ ક્યા ભાવમાં. અંતર્ગત છે? એમ જે દર્શાવવું, તે ભાવદ્વાર કહેવાય છે. ૯. અલ૫બહેદ્વાર
તે પદાર્થના ભેદોમાં પરસ્પર સંખ્યાનું અલ્પત્ય તથા બહેવ એટલે હીનાધિતા દર્શાવવી, તે અ૫મહુવઢાર કહેવાય છે.
નવ અનુગા વડે મેક્ષતત્વના નવ પ્રકારે. ગણવામાં આવે છે, બાકી સકલકર્મથી મુક્ત થયેલ આત્માના. સ્વરૂપમાં કોઈ ભેદ હોતું નથી. (૧) ઉપકેમ ?
નવ અનુગદ્વાર પૈકી પહેલું સાદરૂપણ નામનું દ્વાર મેક્ષતત્વમાં કેવી રીતે ઉતારવું? તે પ્રકરણકાર મહર્ષિ ગુમાલીશમી ગાથામાં આ પ્રમાણે જણાવે છે: