________________
એક્ષતવ
૩૬૭
૧. સરપદપ્રરૂપણાકાર
સત્ એટલે વિદ્યમાનતા, તેની સિદ્ધિ અર્થેનું જે પદ તે સત્ય. તેની પ્રરૂપણ કરનાર એટલે કે તેનું પ્રતિપાદન કરનાર જે દ્વાર, તે સપદપ્રરૂપણા દ્વારા તાત્પર્ય કે કઈ પણ પદવાળે પદાર્થ સત્ છે કે અસત્ ? એટલે આ જગ. તમા વિદ્યમાન છે કે નહિ? તેનું પ્રમાણ આપીને તે અને પ્રતિપાદન કરવું, તે સત્પઢપ્રરૂપણા દ્વાર કહેવાય છે. ૨. દ્રવ્યપ્રમાણુટ્ટાર
તે પદાર્થ જગતમાં કેટલા છે? તેની સંખ્યા દર્શાવવી તે દ્રવ્યપ્રમાણદ્વાર કહેવાય છે. ૩. ક્ષેત્રદ્વાર
ક્ષેત્ર એટલે જગા. તે પદાર્થ કેટલી જગામાં રહેલે છે? એમ જણાવવું, તે ક્ષેત્રદ્વાર કહેવાય છે. આ કારને અવગાહનાદ્વાર પણ કહે છે. અવગાહવું એટલે વ્યાપીને રહેવું. ૪. સ્પર્શનાદ્વાર
તે પદાર્થ કેટલા આકાશપ્રદેશને સ્પશીને રહેલો છે? ' એમ જણાવવું, તે સ્પર્શનાદ્વાર કહેવાય છે. ૫. કાલદ્વાર
તે પદાર્થની સ્થિતિ કેટલા કાલપર્યત છે? એમ -દર્શાવવું, તે કાલકાર કહેવાય છે. ૬. અંતરદ્વાર
જે પદાર્થ જે રૂપે છે, તે પદાર્થ મટીને બીજા રૂપે