________________
૩૬૨ .
નવ-તત્ત્વ-દીપિકા
અધ્યવસાયે હોય છે અને તેજ કારણે તેનું કર્મબંધન ચાલુ રહે છે. જે તેને કઈ પ્રકારના અધ્યવસાય ન હોય તે તેનામાં. અને જડમાં કઈ તફાવત રહે નહિ.
વનસ્પતિને અધ્યવસા હોય છે, એ વાત બંગાળના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝે પ્રગટ દ્વારા સાબીત કરી આપેલી છે.
જ્યારે વનસ્પતિ જેવા એકેન્દ્રિય જીને અધ્યવસાય હોય, ત્યારે વિકલેન્દ્રિય, તેમજ તિર્યંચ પંચેન્દ્રિય એટલે પશુ, પક્ષી, જલચર વગેરેને અધ્યવસાય હોય એમાં આશ્ચર્ય શું ? જૈન શાસ્ત્રોએ તિર્યને થતા અધ્યવસાયની કેટલીક સુંદર નેધ કરેલી છે.
છેવટે એ પણ યાદ રાખવું ઘટે છે કે અશુભ પ્રકૃતિનો રસ લીમડાના રસ જે કડે એટલે જીવને પીડાકારી હોય છે અને શુભપ્રકૃતિને રસ શેલડી જેવો મધુર એટલે જીવને આફ્લાદકારી હોય છે.
અશુભ પ્રકૃતિને રસ જેટલે મંદ હેય, તેટલે સારે અને શુભ પ્રકૃતિને રસ જેટલે તીવ્ર હોય, તેટલે સારે. સરવાળે તે બધાં કર્મોને નીરસનિક સત્ત્વ બનાવી દેવાનાં છે, જેથી આત્માને સંસારને ઉપદ્રવ થાય નહિ.
પ્રદેશબંધ અંગે એટલું લક્ષ્યમાં રાખવું કે યેગવ્યાપારની વિશેષતા પ્રમાણે તેની વિશેષતા હોય છે, અર્થાત્ ગબળના પ્રમાણમાં જ કાર્મણ વર્ગણાના દલિકે ગ્રહણ