________________
૩૬o .
નવ-તત્વ-દીપિકા તેડી પાડવાને બદલે તેનું એક મોટું ડાળું જ તેડી પાડીએ, તે આપણું કામ થઈ જશે. ત્રીજાએ કહ્યું :
એમાં ડાળું પાડવાની શું જરૂર છે? એક મોટી ડાળીને જ તેડી પાડે ને ? એમાંથી આપણને જોઈએ તેટલાં જાંબૂ મળી રહેશે.” ચેથાએ કહ્યું : “મેટી કે નાની ડાળી તેડવાની જરૂર નથી, માત્ર ફળવાળા ગુચ્છાઓ જ તેડી પાડે. પાંચમાએ કહ્યું : “મને તે એ પણું વ્યાજબી જણાતું નથી. જે આપણે જાંબૂડાં ખાવાનું જ કામ છે, તે માત્ર જાંબૂડાં જ તેડી લે.” એ સાંભળી છઠ્ઠાએ કહ્યું કે
ભૂખ શમાવવી એ આપણું પ્રયોજન છે, તે નિષ્કારણું વૃક્ષને ઉખેડવાની, તેડવાની કે તેનાં ફળ પાડવાની ચેષ્ટા શું કામ કરવી? અહીં ઘણાં જાંબૂડાં પિતાની મેળે જ નીચે પડેલાં છે, જે તાજાં અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવે.”
અધ્યવસાની આ તરતમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહ્ય દષ્ટિએ સરખી હોવા છતાં વાસ્તવિક રીતે સરખી નથી. ૮ જેવા અધ્યવસાય તેવે બંધ’ એ ન્યાયે એક પ્રવૃત્તિ એક વ્યક્તિને નિકાચિત કર્મબંધનું કારણ બને છે, જ્યારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી અને એથી વ્યક્તિને અનુક્રમે નિધત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધને અધિકારી બનાવે છે. અહીં નિધત્તથી ગાઢ, બદ્ધથી કંઈક ગાઢ અને કંઈક શિથિલ તથા ધૃષ્ટથી શિથિલ કર્મબંધ સમજવાને છે.