________________
બંધતત્વ
૩૫૯
અહીં અબાધાકાલ અગે એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જે કર્મની જેટલા કેડાછેડી સાગરોપમપ્રમાણ સ્થિતિ બંધાય, તેના તેટલા સે વર્ષને અબાધાકાલ હોય છે. દાખલા તરીકે જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકેડી સાગરોપમપ્રમાણુ બંધાતી હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં તેને અબાધાકાલ ૧૦૦ x ૩૦ = ૩૦૦૦ વર્ષને હેય છે. આ પ્રમાણે આયુષ્ય સિવાયના સાતેય કમેનું સમજી લેવું. આયુષ્યકર્મના અબાધાકાલનું પ્રમાણ નિયત નથી, એટલે તેને સ્થિતિબંધ અબાધાકાલરહિત કહે છે.
અહીં પ્રકરણુકારે અનુભાગબંધ તથા પ્રદેશબંધનું સ્વરૂપ ગાથા દ્વારા કહ્યું નથી, એટલે તે અંગે પણ કેટલીક સ્પષ્ટતા કરીશું.
કર્મ બાંધતી વખતે જીવના જેવા પરિણામે–અધ્ય વસાઝ હોય છે, તે રસ પડે છે અને જે રસ પડે છે, તે પ્રમાણે તેનું અતિ તીવ્ર, તીવ્ર, મંદ કે મંદતર ફળ મળે છે. અધ્યવસાયેની તીવ્રતા-મંદતા સમજવા માટે શાસ્ત્રકારોએ જંબૂવૃક્ષ અને છ પુરુષોનું દૃષ્ટાંત નીચે મુજબ આપ્યું છે -
છ મુસાફરે એક જંબૂવૃક્ષ નીચે આવ્યા. તેમાંના પહેલાએ કહ્યું : “આ જાંબૂડાને તેડી પાડીએ તે મનગમતાં જાબૂ ખાઈ શકાય. બીજાએ કહ્યું: “આખા ઝાડને
* કષાયના ઉદયથી આત્માને જે પરિણામ થાય, તેને ધ્યવસાય કહેવાય છે.