________________
- ૩૮
નવ-તત્વ-દીપિકા લીધે જીવ ધર્મ–અધર્મ કંઈ જાણું કે પાળી શક્યું નથી. - તાત્પર્ય કે આ કર્મથી જીવને શુદ્ધ સમ્યકત્વ તથા અનંત - ચારિત્રગુણ ધાય છે.
પાંચમું આયુષ્ય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ હેડ કે બેડી જેવું છે. બેડીમાં જકડાયેલા કેદીને અમુક સમય સુધી એ હાલતમાં રહેવું જ પડે છે, તેમ આયુષ્યકર્મને લીધે જીવને એક શરીરમાં અમુક સમય સુધી રહેવું પડે છે. તાત્પર્ય કે આ કર્મથી જીવને અક્ષયસ્થિતિગુણ રેલાય છે.
છઠું નામ નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ ચિત્રકાર જેવું છે. ચિત્રકાર જેમ અનેક રંગથી અંગઉપાંગયુક્ત દેવ, મનુષ્ય આદિના વિવિધ રૂપે ચિતરે છે, તેમ નામકર્મને લીધે જીવને અનેક રૂપરંગવાળાં શરીર તથા અંગોપાંગ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે આ કર્મને - લીધે જીવને અરૂપીગુણ રેલાય છે.
સાતમું ગોત્ર નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ કુંભારના જેવું છે. જે કુંભાર ચેરી, કુંભસ્થાપના વગેરે માટે ઉત્તમ ઘડા બનાવે તે માંગલિક તરીકે પૂજાય છે અને મદિરાદિકના ઘડા બનાવે તે નિંદનીક થાય છે. તેમ આ કર્મને લીધે જીવ ઉચ્ચ ગેત્રમાં જન્મે તે પૂજનીક થાય છે અને નીચ કુલમાં જન્મે તે નિંદનીક થાય છે. તાત્પર્ય કે આ કર્મને સ્વભાવ જીવના અગુરુલઘુગુણને રોકવાને છે.