________________
બંધતત્તવ
૩૪૭
પહેલું જ્ઞાનાવરણીય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ ચક્ષુના પાટા જેવું છે. ચક્ષુ પર પાટો બાંધવાથી જેમ કઈ વસ્તુ દેખી–જાણી સકાતી નથી, તેમ જીવના જ્ઞાનરૂપ ચક્ષુ પર જ્ઞાનાવરણીય કર્મરૂપ પાટો આવવાથી જીવ કેઈ વસ્તુ જાણી શકતું નથી. તાત્પર્ય કે આ કર્મથી જીવને અનંતજ્ઞાનગુણ રેલાય છે.
બીજું દર્શનાવરણીય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ દ્વારપાળ જેવું છે. દ્વારપાળે કે મનુષ્ય જેમ રાજાને જોઈ શકતું નથી, તેમ દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવ પદાર્થ અને વિષયને દેખી શકતું નથી. તાત્પર્ય કે આ કર્મથી જીવને અનંતદર્શનગુણ ધાય છે.
ત્રીજું વેદનીય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ મધ વડે લેપાયેલી તરવાર જેવું છે. મધ વડે લેપાયેલી તરવારને ચાટતાં પ્રથમ તે મીઠી લાગે છે, પણ જીભ . કપાવાથી પશ્ચાત્ દુઃખ ભેગવવું પડે છે, તેમ આ કર્મ વડે જીવને કૃત્રિમ સુખ-દુઃખને અનુભવ થાય છે. તાત્પર્ય કે આ કર્મથી અવ્યાબાધ ને અનંત સુખ જે જીવને સ્વાધીન છે, તેને બદલે તે બાહ્ય પરાધીન સુખ–દુઃખને. ખરા સુખ-દુ:ખ સમજે છે.
ચોથું મોહનીય નામનું કર્મ છે. આ કર્મને સ્વભાવ મદિરા જેવું છે. મદિરા પીવાથી મનુષ્ય બેશુદ્ધ થાય છે . અને તે હિતાહિતને જાણી શક્યું નથી, તેમ આ કર્મને