________________
૩૩૬
નવ-તત્વ-હીપિ. સંક્ષેપમાં કહીએ તે ત્યાગવૃત્તિ ઉત્કૃષ્ટતાએ કેળવવા. માટે આ તપ કરવામાં આવે છે.
કાયાને એક આસને સ્થિર કરવી, વાણીને મૌન વડે નિગ્રહ કર અને મનને ધ્યાનમાં જોડવું, એવી જે અવસ્થા વિશેષ તે કાર્યોત્સર્ગ કહેવાય છે. તે મુખ્યતાએ. ઊભા રહીને કરવામાં આવે છે.
કોત્સર્ગ કેવી રીતે કરે? તે સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે–
चउरंगुलं मुहपत्ती, उज्जूए डब्बहत्थ रयहरणं । वोसट्टचत्तदेहो, काउस्सग्गं करिज्जाहि ॥१॥
બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં. ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં કંઈક એછું અંતર રાખવું અને તે વખતે સીધા લટક્તા રાખેલા. જમણે હાથમાં મુહપતી અને ડાબા હાથમાં રજોહરણ ગ્રહણ કરવાં. પછી દેહની મમતાને સંપૂર્ણ રીતે ત્યાગ. કરવા પૂર્વક કાર્યોત્સર્ગ કર.”
કાર્યોત્સર્ગ કરતી વખતે એવી ભાવના રાખવી જોઈએ કે –
वासी चंदणकप्पो, जो मरणे जीविए य सममणो। देहे य अपडिबद्धो, काउसग्गो हवा तस्स ॥१॥
શરીરને કઈ વાંસલાથી છેદી નાખે કે તેના પર