________________
નિર્જરાત
૩૩૩
પૂર્વક ચેતન અને અચેતન પદાર્થમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, રૂપિત્વ, અરૂપિવ, સક્રિયત્વ, અકિયત્વે આદિપર્યાનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું, તે આ ધ્યાનને મુખ્ય વિષય છે. (૨) એકવ-વિતર્ક–નિર્વિચાર–અહીં એકત્વને અર્થ અભિન્નતા છે, વિતર્કને અર્થ શ્રુતજ્ઞાન છે અને નિર્વિચારને અર્થ એક અર્થથી બીજા અર્થ પર, એક શબ્દથી અર્થ પર તથા એક વેગથી બીજા વેગ પર ચિંતનાથે કઈ પ્રવૃત્તિ ન કરવી, એ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્વક માનસિકાદિ કોઈ પણ એક - ચેગમાં સ્થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું, તે આ ધ્યાનને મુખ્ય વિષય છે. અહીં
એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે પ્રથમ સ્થાનના દઢ અભ્યાસથી આ બીજા ધ્યાનની એગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપરથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અખિલ જગતના ભિન્ન ભિન્ન વિષયમાં ભટક્તા. મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે કે તે પિતાની સર્વ ચંચળતા છેડી નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માના જ્ઞાનાદિ ગુણ પર લાગેલાં સર્વ કર્મો–સર્વ આવરણે દૂર થઈ જાય છે.. અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે કે જેના લીધે આત્મા,