SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૩૨ નવ-તત્ત્વ-દીપિકા -શુક્લધ્યાન. તેમાં ધર્મ સંબંધી સતત ચિંતન કરવું, તે ધર્મધ્યાન કહેવાય છે અને વ્યાક્ષેપ તથા સંમેહાદિથી -રહિત ઉજ્જવલ ધ્યાન ધરવું, તે શુકલધ્યાન કહેવાય છે. ધર્મધ્યાન ચાર પ્રકારનું છે : (૧) આજ્ઞાવિચયવીતરાગ મહાપુરુષેની ધર્મ સંબંધી જે આજ્ઞાઓ છે, તે અંગે સતત ચિંતન કરવું તે. (૨) અપાયવિચય-સાંસારિક સુખ વડે થતાં અપાય કે અનિષ્ટનું સતત ચિંતન કરવું તે. (૩) વિપાકવિચય-કર્મના શુભાશુભ વિપાકનું * ચિંતન કરવું તે. (૪) સંસ્થાનવિચય-દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત ચિંતન કરવું તે. અહીં દ્રવ્ય શબ્દથી જિનાગમાં વર્ણવાયેલા ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્ય સમજવાનાં છે તથા ક્ષેત્ર શબ્દથી ચૌદ રાજપ્રમાણુ લેક સમજવાને છે. તાત્પર્ય કે વિશ્વનું સ્વરૂપ ચિંતવવું, તે આ ધ્યાનને | મુખ્ય હેતુ છે. - શુકલધ્યાન પણ ચાર પ્રકારનું છેઃ (૧) પૃથકત્વવિતર્ક-વિચાર–અહીં પૃથક્વને અર્થ છે ભિન્ન વિચારને અર્થ છે એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર, અર્થથી શબ્દપર અને - શબ્દથી અર્થપર તથા એક રોગથી બીજા વેગ પર - ચિન્તનાથે થતી પ્રવૃત્તિ. તાત્પર્ય કે કૃતજ્ઞાનનાં આલંબન * અહીં ગ શબ્દથી મનગ, વચન અને કાયમ એ ત્રણ પૈકીને કોઈ પણ એક યોગ સમજવાનું છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy