________________
નિરાતત્વ
૩૩૧
અશુભ ધ્યાન બે પ્રકારનું છેઃ (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. તેમાં આર્ત એટલે દુઃખ કે પીડાનું ચિંતન મુખ્ય હેય, તેને આર્તધ્યાન અને જેમાં રુદ્રતા એટલે હિંસા, ક્રોધ, વૈર વગેરેનું ચિંતન મુખ્ય હોય, તેને રૌદ્ર, ધ્યાન સમજવાનું છે.
આર્તધ્યાનના ચાર પ્રકારે છે : (૧) અનિષ્ટવસ્તુ. સંગ–અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિગતે માટે નિરંતર ચિંતા કરવી તે. (૨) ઈષ્ટવિગ–કેઈ ઈષ્ટ એટલે મનેનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિંતા. કરવી તે. (૩) પ્રતિકૂલવેદના–શારીરિક પીડા, માનસિક પીડા કે રોગ થતાં તેને દૂર કરવાની સતત ચિંતા કરવી તે. (૪) ગલાલસા-ભેગની તીવ્ર લાલસાને વશ થઈ અપ્રાપ્ત ભેગોને પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કર અને મનને તેમાં જ જોડાયેલું રાખવું તે.
રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકારે છેઃ (૧) હિંસાનુબંધી-હિંસા સંબંધી સતત વિચારો કરવા તે. (૨) અનુતાનુબંધી–અસત્ય બલવા સંબંધી સતત વિચારે કરવા તે (૩) તેયાનુબંધી-ચેરી સંબંધી સતત વિચારે કરવા. તે. (૪) વિષયસંરક્ષણનુબંધી-વિષયભેગની સામગ્રીનું રક્ષણ કરવા અંગે સતત વિચાર કરવા તે.
આ ચાર પ્રકારના આર્તધ્યાન તથા ચાર પ્રકારના રૌદ્રધ્યાનને છેડીએ, ત્યારે જ શુભ ધ્યાન ધરી શકાય છે.
શુભ ધ્યાન બે પ્રકારનું છેઃ (૧) ધર્મધ્યાન અને.