________________
૩૨૮
નવ-તત્વ-દીપિકા
વૈયાવૃત્ય કરનારે કેવી નમ્રતા રાખવી જોઈએ, તે માટે કૂબડા-નદિષણ મુનિનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. • ગૃહસ્થ પણ સાધુ, સાધ્વી, તેમજ સાધમિકેની નિષ્કામ સેવાભક્તિ કરીને આ તપનું આચરણ કરી શકે છે. () સ્વાધ્યાયત૫
મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોનું અધ્યયનઅધ્યાપન કરવું, તે સ્વાધ્યાય કહેવાય છે. અથવા સ્વ એટલે આત્મા, તેના હિતાર્થે આપ્તવચનને અધ્યાય કરવે, અર્થાત્ મનન કરવું, તે પણ સ્વાધ્યાય કહેવાય છે. અથવા ઈષ્ટમંત્રનો જપ કરે, તે પણ સ્વાધ્યાય કહેવાય છે.
સ્વાધ્યાય કરતાં અશુભ પ્રવૃત્તિઓ રોકાય છે, તથા મનના ભાવે નિર્મળ થતાં કર્મની નિર્જરા થાય છે, તેથી સ્વાધ્યાયને સમાવેશ અભ્યતરતપમાં કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રના ત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે
वायणा पुच्छणा चेव, तहेब परियट्टणा । अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ॥
સ્વાધ્યાય પાંચ પ્રકાર છે: (૧) વાચના, (ર) પ્ર૭ના, (૩) પરિવર્તન, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા.
તત્વાર્થસૂત્રમાં પણ સ્વાધ્યાય પાંચ પ્રકારને જ કહા છે, પણ તેના ક્રમમાં છેડે ફેર છે. જેમકે-વાવનાનg છેલ્લા નાયમરાજ – વાચના, પ્રચ્છના, અનુપ્રેક્ષ,