________________
૩ર૬
નવ-તત્વ-દીપિકા
==
=
=
૩. ચારિત્રવિનય
સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધ, તેનું વિધિપૂર્વક પાલન તથા તેની સતપ્રરૂપણ, તે ચારિત્રવિનય કહેવાય. ૪. તપવિનય
બાર પ્રકારના તાપમાં શ્રદ્ધા તથા તેનું યથાશક્તિ આચરણું, તેને તપવિનય કહેવાય.
૫. ઉપચારવિનય
સમ્ય દર્શન–જ્ઞાન-ચારિત્રાદિ ઉત્તમ ગુણયુક્ત મુનિ વગેરેને દેખી ઊભા થવું, સામે જવું, હાથ જોડવા, પ્રણિયાત કરે, મિષ્ટ સંભાષણ કરવું ઈત્યાદિ. શુદ્ધ કિયાના વ્યવહારરૂપ જે વિનય કર, તે ઉપચારવિનય કહેવાય. (૩) વૈયાવૃચતપ
ધર્મસાધનનિમિત્તે અન્નપાન વગેરે વિધિપૂર્વક મેળવી આપવાં, તેમજ સંયમની આરાધના કરનાર પ્લાન વગેરેની સેવાભક્તિ કરવી, તે વૈયાવૃત્ય કહેવાય છે. નિરવાર્થ સેવાભક્તિ અને તિતિક્ષા વિના આવું વૈયાવૃત્ય થઈ શકતું નથી, તેથી તેને સમાવેશ અત્યંતરતપમાં કરેલો છે.
ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમાં અધ્યયનમાં કહ્યું, છે કે “રેવળ સ્થિરનામg. નિબંધ-વૈયાવૃત્યથી તીર્થકરનામત્ર બંધાય છે.”