________________
નિર્જરાતત્વ
૩૨૫
થાય છે અને ભવ–પરંપરાને ક્ષય થતાં મોક્ષ મળે છે. આ રીતે સર્વ કલ્યાણેનું ભાજન “વિનય છે.”
વિનયની એક વ્યાખ્યા એમ પણ કરવામાં આવે છે -'विनीयते-विशेषेण दूरीक्रियतेऽष्टविघं कर्मानेनेति विनयःજેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય, તે વિનય. આ પ્રકારના વિનયને મેક્ષવિનય કહેવામાં આવે છે. તેના દશવૈકાલિકનિયુક્તિમાં પાંચ પ્રકારે જણાવ્યા છે. જેમ કેदसण-नाण-चरित्ते, तव अ तह ओवयारिए चेव। एसो अ मोक्ख-विणओ, पंचविहो होइ नायन्यो ।
“શનસંબંધી, જ્ઞાનસંબધી, ચારિત્રસંબંધી, -તપસંબંધી, તેમજ ઔપચારિક એવી રીતે મેક્ષવિનય પાંચ પ્રકારે જાણવા ગ્ય છે.' ૧. દર્શનવિનય
દર્શનાચરણમાં કહેલા નિઃશંક્તિ, નિઃકાંક્ષિત આદિ આઠ પ્રકારના નિયમ પાળવા તથા પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય (ધર્મ, અધર્મ, દેવલોક, નરક ઈત્યાદિ પદાર્થો છે એવી પ્રતીતિ) એ સમ્યક્ત્વલક્ષણને ધારણ કરવાં, તે દર્શનવિનય કહેવાય. ૨. જ્ઞાનવિનય
જ્ઞાનાચારમાં કહેલા કાલ, વિનય આદિ આઠ પ્રકારના નિયમ પાળવા તથા મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનું શ્રદ્ધાન અને બહુમાન કરવું, તે જ્ઞાનવિનય કહેવાય.