________________
નિર્જરાતત્વ
રા तं दशविहमालोयण पडिक्कमणोभयविवेगवोस्सग्गे। तवछेयमूल अणवट्ठया य पारंचिए चेव ॥
“(૧) આલેચન, (૨) પ્રતિક્રમણ, (૩) તદુભય, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિક એમ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારે છે.”
તત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં કહ્યું છે કે “ગાचनप्रतिक्रमण तदुभयविवेकव्युत्सर्गतपच्छेदपरिहारोपस्थापनानिઆલેચન, પ્રતિકમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છે, પરિહાર અને ઉપસ્થાપન એ પ્રાયશ્ચિત્તના નવ પ્રકારે છે એટલે તેમાં મૂળ, અનવસ્થા અને પારસંચિક પ્રાયશ્ચિત્તને બદલે પરિહાર અને ઉપસ્થાપનને નિર્દેશ છે.
પ્રાયશ્ચિત્તના દશ પ્રકારનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે સમજવું
૧. આલેચનાપ્રાયશ્ચિત્ત-ગુરુ સમક્ષ પિતાને અપરાધ નિખાલસપણે પ્રકટ કરે, તે આલેચનાપ્રાયશ્ચિત્ત કહેવાય. આલેચના એટલે દોનું પ્રકાશન. ખ્રિસ્તી ધર્મમાં આ કિયાને “એકરાર” (Confession) કહેવામાં આવે છે.
૨. પ્રતિકમણપ્રાયશ્ચિત્ત-થયેલા અપરાધ માટે પશ્ચાત્તાપ કરે અને નવી ભૂલ ન થાય, તે માટે સાવધાન રહેવું, એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કહેવાય. પ્રતિ એટલે