________________
: ૩૧૮
નવતત્વ-દીપિકા આ તપનું મહત્વ સ્પષ્ટ છે. જ્યાં સુધી તોફાની ઘડા જેવી ઈન્દ્રિય પર કાબૂ આવે નહિ, ત્યાં સુધી સંયમની સાધના થઈ શકતી નથી. વળી જ્યાં સુધી કોધ, માન, માયા અને લોભનું દમન કરવામાં આવે નહિ, ત્યાં સુધી માનસિક શાંતિ મળવી મુશ્કેલ છે. તે જ રીતે અપ્રશસ્ત એગ કર્મબંધનનું મુખ્ય કારણ હોઈને તેને રિકવાની પણ તેટલી જ જરૂર છે અને બ્રહ્મચર્યના શુદ્ધ પાલન માટે તથા એકત્વભાવના કેળવવા માટે વિવિક્તચયની જેટલી ઉપયોગિતા સ્વીકારીએ તેટલી ઓછી જ છે.
ઘણી વાર મનુષ્ય ઉપવાસ, આયંબિલ, ઊને દરિકા કે વૃત્તિક્ષેપ વગેરે તપ કરી શકે છે, પણ સહવાસ છેડી એકાંત–નિર્જન રથાનમાં વસી શકતા નથી. તેનાં મુખ્ય કારણે બે છે: એક તે તેમણે પિતાની આસપાસ - જે સૃષ્ટિ ઊભી કરેલી છે, તેની મેહતા તેમના મનમાંથી
છૂટતી નથી, અને બીજું તેમના મનમાં કઈને કઈ પ્રકારને ભય રહેલો હોય છે. આ બંને દોષ જીતવા માટે સંલીનતા એ ઉત્તમ પ્રકારનું તપ છે. (૧) ઉપક્રમઃ
હવે પ્રકરણકાર મહર્ષિ અત્યંતર તપના છ પ્રકારે છત્રીશમી ગાથામાં આ પ્રમાણે જણાવે છે: (૨) મૂળ ગાથાઃ पायच्छित्त विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोऽविअ, अभितरओ तवो होइ ॥३६॥