________________
. ૩૧૬.
નવ-તત્વદીપિ
- તપની તાલીમ માટે ચૈત્ર સુદિ સાતમથી પૂનમ અને
આ સુદિ સાતમથી પૂનમ એમ નવ-નવ દિવસની બે ઓળીએ નિયત થયેલી છે.* ' (૫) કાયકલેશતપ
કાય એટલે શરીર તેને સંયમના નિર્વાહ અર્થે જે કષ્ટ આપવું, તે કાયક્લેશ કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ઠંડા પાણીમાં ઊભા રહેવું, પંચાગ્નિની આતાપના લેવી, ઝાડની ડાળીએ ઊંધા મસ્તકે લટકી રહેવું વગેરે અજ્ઞાન કષ્ટને તપમાં સમાવેશ થતો નથી, કારણ કે તેમાં જીવેની હિંસા રહેલી છે અને સંયમના સાધનરૂપ ઈન્દ્રિ વગેરેની હાનિ થવાને સંભવ છે. પરંતુ તેમાં સુખપૂર્વક કરી શકાય તેવાં આસ-નેને સમાવેશ થાય છે. કહ્યું છે કે
ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति, कायकिलेसं तमाहियं ॥
જીવ સુખે કરી શકે તેવાં વિરાસનાદિ આસને ઉગ્ર પ્રકારે ગ્રહણ કરવા તેને કાયકલેશ કહેવાય છે. અહીં વિરાસનાદિ શબ્દથી પદ્માસન, ગોહિકાસન વગેરે સુખસાધ્ય સાધને અભિપ્રેત છે.
તિતિક્ષાબુદ્ધિથી ઉઘાડા પગે ચાલવું, ખુલ્લા માથે
* આયંબિલતપની મહત્તા જાણવા માટે જુઓ અમારું લખેલું આયંબિલ-રહસ્ય. તે જૈન શિક્ષાવલીની બીજી શ્રેણીમાં નવા પુસ્તક તરીકે પ્રગટ થયેલું છે.