________________
--
-
-
-
-
--
નિર્જરાતત્વ જ વરતુઓથી ચલાવી લેવું” એવી પ્રતિજ્ઞાપૂર્વક પણ કરી શકે છે. (૪) રસત્યાગત૫:
જેનાથી શરીરની ધાતુઓ વિશેષ પુષ્ટ થાય તેને. રસ કહેવામાં આવે છે. જેમકે દૂધ, દહીં, ઘી, તેલ, ગળ વગેરે. તેને ત્યાગ કરે, તે રસત્યાગ નામનું તપ કહેવાય છે.
રસને શાસ્ત્રીય પરિભાષામાં વિકૃતિ અથવા વિગઈન કહેવામાં આવે છે, કારણ કે તેને ગ્રહણ કરવાથી શરીર તથા મનમાં વિષયને વિકાર ઉત્પન્ન થાય છે. આ વિકૃતિના મુખ્ય ભેદો દશ છેઃ (૧) મધ, (૨) મદિરા, (૩) માખણ, (૪) માંસ, (૫) દૂધ, (૬) દહીં, (૭) ઘી, (૮), તેલ, (૯) ગેળ અને (૧૦) પક્વાન. તેમાં મધ, મદિરા, માખણ અને માંસમાં તે તે પ્રકારના અસંખ્ય છ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા હોવાથી તથા તે તામસી કે વિકારી હેવાથી મુમુક્ષુઓને માટે સર્વથા અભક્ષ્ય છે અને બાકીની છ વિકૃતિએનેવિગઈઓને યથાશક્તિ ત્યાગ કરવો ઘટે છે. રવાદની ખાતર નાખવામાં આવતું મરચું પણ અપેક્ષાવિશેષથી રસ જ છે, એટલે તેમાં પણ સંયમી બનવાની. જરૂર છે.
રસત્યાગમાં આયંબિલની તપશ્ચય મુખ્ય છે. તેમાં છ વિગઈ તથા મરચાં વગેરે મસાલાઓના ત્યાગપૂર્વક એકાસણું અથત એક જ ટંક ભજન કરવાનું હોય છે. આ...