________________
નવ-તત્વ-દીપિકા કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકારે છેઃ (૧) પાદપપગમન, (૨) ઇંગિનીમરણ અને (૩) ભક્તપરિક્ષા. તેને વિસ્તાર આચારાંગસૂત્ર આદિથી જાણુ. (૨) ઉનેદરિકતપ
જેમાં ઉદર એટલે પેટ, ઊન એટલે હું છું કે અધૂરું હેય તે ઊને દરિકા, એવું જે તપ તે ઊદરિકાતપ. તાત્પર્ય કે પુરુષને આહાર બત્રીશ કેળિયા જેટલે અને સ્ત્રીને આહાર અઠ્ઠાવીસ કેળિયા જેટલે છે, તેનાથી
ડું ઓછું જમવું, તેને ઊરિકા નામનું તપ કહેવામાં આવે છે. કેળિયાનું પ્રમાણ મુખમાં સુખેથી ગ્રહણ કરી શકાય તેટલું સમજવું.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “ડું ઓછું જમવું તેને તપ કેમ કહેવાય?” તેને ઉત્તર એ છે કે પ્રમાણ કરતાં થોડું ઓછું જમવું એમાં એક પ્રકારની તિતિક્ષા છે, તેથી તેને તપ કહેવાય છે. સામાન્ય રીતે મનુષ્ય જમવા બેઠા કે તૃપ્ત થાય તેટલું ખાય છે અને કઈ કઈ વાર ભોજનની સમાપ્તિ થઈ ગઈ હોય છતાં કઈ સ્વાદિષ્ટ વાની આવી પડે તે તરત જ તેને પર હાથ અજમાવવા લાગી જાય છે. આ જાતની વૃત્તિ પર કાબૂ મેળવ, તે ઊરિકા તપને હેતુ છે.
. ઠાંસીને જમવાથી મગજ પર લેહીનું દબાણું વિશેષ થાય છે. પરિણામે સ્કુતિને નાશ થાય છે તથા આળસ અને ઊંઘ આવવા માંડે છે. વળી ઠાંસીને જમવાથી