________________
નિરાતવ
૭
છે તથા જે મુખ્યત્વે શરીરને તપાવે છે, તેને બાહ્ય તક કહેવામાં આવે છે. આ તપના છ પ્રકારે અનુક્રમે નીચે મુજબ જાણવા - (૧) અનશનત૫ - શરીરનાં ધારણ-પોષણ માટે ગ્રહણ કરવામાં આવતું આહાર ચાર પ્રકાર છેઃ (૧) અશરૂપ, (૨) પાનરૂપ, (૩) ખાદિમરૂપ અને (૪) સ્વાદિમરૂપ. તેમાં રોટલી, પુરી, ભાત, મીઠાઈ વગેરે જે વસ્તુઓ વડે સુધાનું પૂરું શમના થઈ શકે છે, તેને અશન કહેવાય છેપાણી પાન કહેવાય છે, અમુક અંશે સુધાની તૃપ્તિ કરી શકે તે ફૂલ-ફલાદિ તથા મેવા પ્રમુખ વરતુઓને ખાદિમ કહેવાય છે અને લવીંગ, એલચી, તાંબૂલ વગેરે મુખશુદ્ધિ કરનારાં દ્રવ્યને સ્વાદિમ કહેવાય છે. આ ચાર પ્રકારના આહાર પૈકી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે તેને ચઉવિહાહાચૌવિહારું અનશન અને પાન સિવાયના બીજા ત્રણ પ્રકારના આહારેને ત્યાગ કરવે તે તિવિહાહા-તિવિહારું અનશન કહેવાય છે.
આવું અનશન બે પ્રકારે થાય છેઃ (૧) ઈતરકાલિક એટલે થોડા સમય માટે અને (૨) યાવતકથિક એટલે જીવનપર્યત. તેમાં ઈવરકાલિક અનશનને સામાન્ય રીતે ઉપવાસ કહેવામાં આવે છે. એકાસણું, આયંબિલ વગેરે તપને સમાવેશ પણું આ પ્રકારમાં જ થાય છે. ચાવતકથિક અનશનને સામાન્ય રીતે અનશન કે સંસ્થા