________________
૩૦૪
નવ-તત્ત્વ-દીપિકા છે, પણ તદ્દન શાંત હેવાથી તેને ઉદય હેતું નથી. તે વખતનું ચારિત્ર તે ઉપશાંતયથાખ્યાત. - બારમા, તેરમા તથા ચૌદમ ગુણસ્થાનકે મેહનીય કર્મને તદન ક્ષય થવાથી જે ક્ષાયિક ભાવનું ચારિત્ર હોય, તે ક્ષાયિકજ્યાખ્યાત.
અગિયારમે અને બારમે ગુણસ્થાને રહેલો આત્મા છવસ્થ હોવાથી તેના ચારિત્રને છાઘસ્થિક યથાખ્યાતચારિત્ર કહેવાય છે અને તેરમા તથા ચૌદમા ગુણસ્થાને રહેલો આત્મા કેવલી હોવાથી તેમનું ક્ષાયિક ભાવનું ચારિત્ર તે કૈવલિક યથાપ્યાતચારિત્ર કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે વાસ્તવમાં સામાયિક એ જ ચાસ્ત્રિ છે, પરંતુ તેની જુદી જુદી અવસ્થાઓને લીધે તેનાં જુદાં જુદાં નામે પડેલાં છે. દાખલા તરીકે પૂર્વ પર્યાય છે અને નવા પર્યાયનું ઉપસ્થાપન કરવાથી જે સામાયિકચારિત્રને સદ્ભાવ તેનું નામ છેદો પસ્થાપનયચારિત્ર, પરિહારક૫ કરવાથી જે વિશુદ્ધિ થાય એ વખતનું સામાયિકચારિત્ર તે પરિહારવિશુદ્ધિચારિત્ર. માત્ર સૂક્ષમ સં૫રાય જ ઉદયમાં હોય, તે વખતે જે જાતનું સામાયિક ચારિત્ર તે સૂક્રમ સંપરાય ચારિત્ર અને સંપૂર્ણ શુદ્ધિવાળું સામાયિક ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. મેક્ષની પ્રાપ્તિ યથાખ્યાતચારિત્રથી જ થાય છે. . “સંવરતત્ત્વ' નામનું નવમું પ્રકરણ અહીં પૂરું