________________
પ્રકરણ દશમું
નિર્જરાતત્ત્વ [ ગાથા ચેત્રી શમીથી છત્રીશમી સુધી] (૧) ઉપકમ :
કર્મનું નિર્જરવું અર્થાત્ ઝરવું, સડવું કે અમુક અંશે નાશ પામવું, એ નિર્જરા કહેવાય છે. આ પ્રકારની નિર્જરા વડે જ કર્મને આત્યંતિક ક્ષય થાય છે અને છેવટે મુક્તિ, મોક્ષ કે પરમપદનું અનિર્વચનીય સુખ માણી શકાય છે, તેથી નિર્જરાની ગણના શુદ્ધ ઉપાદેય તાવમાં થયેલી છે.
સંવરતત્ત્વ પછી નિરાતત્ત્વને અને નિર્જરાતત્વ પછી બંધતત્વને અધિકાર આવે છે. આ બંને તને નિર્દેશ પ્રકરણકાર મહર્ષિએ ત્રીશમી ગાથામાં અનુક્રમે આ પ્રમાણે કર્યો છે : (૨) મૂળ ગાથા : वारसविहं तवो, णिज्जरा य बंधा चउविगप्पा अ। પથરૂ-શિશુમા-મે નાચો રૂછો