________________
સંવતન ,
૩૧ છેદપસ્થાપનીયચરિત્ર કહેવાય. વિશેષમાં એક તીર્થકરના સાધુને બીજા તીર્થકરના શાસનમાં પ્રવેશ કરે છે ત્યારે તેમને પણ પુનઃ ચારિત્ર ઉચ્ચારવું પડે છે, ચારિત્રને લગતી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી પડે છે) તે, પણ નિરતિચાર. છેદોપસ્થાપનીયચારિત્ર કહેવાય. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ ચાર મહાવ્રતોથી યુક્ત હતા, તેમણે શ્રી મહાવીર પ્રભુના પાંચ મહાવ્રતવાળે માર્ગ અંગીકાર કર્યો, ત્યારે પુનઃ ચારિત્ર ગ્રહણ કર્યું હતું, એ હકીક્ત આગમપ્રસિદ્ધ છે.
મધ્યના બાવીશ તીર્થંકરના શાસનમાં તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં છેદો પસ્થાપનીયચરિત્ર હોતું નથી. તાત્પર્ય કે તે પહેલા તથા છેલ્લા તીર્થકરના શાસનમાં તેમજ ભરતાદિ ક્ષેત્રમાં જ હોય છે. પરિહારવિશુદ્ધિચારિત્ર:
પરિહાર એટલે ગચછના ત્યાગપૂર્વક જે વિશિષ્ટ તપ કરી આત્માની વિશુદ્ધિ કરવામાં આવે, તેને પરિહારવિશુદ્ધિચારિત્ર કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું:
સ્થવિરકલ્પી સાધુઓના ગચ્છમાંથી ગુરુની આજ્ઞા પામી ૯ સાધુઓ ગચ્છને પરિહાર કરે છે, એટલે કે તેને છેડીને કેવલી ભગવંત અથવા ગણધર અથવા પૂર્વે જેમણે પરિહારકલ્પ અંગીકાર કર્યો હોય તેવા સાધુ મુનિરાજ પાસે જાય છે અને પરિહારકલ્પ અંગીકાર કરે છે. તેમાં ચાર સાધુ છ માસ સુધી તપ કરે છે અને બીજા ચાર.