________________
*300
નવતત્ત્વ દીપિકા
અપાય છે, તે ઈવરકથિકસામાયિકચારિત્ર કહેવાય છે, કારણ કે તે થાડા કાળ માટે જ હેાય છે. શ્રાવકે શિક્ષાવ્રતના અધિકારે સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરે છે, તેના સમાવેશ પણ આ ઈત્વરકથિકસામાયિક્ચારિત્રમાં જ થાય છે.
મધ્યના ખાવીશ તીથરના શાસનમાં તેમજ મહાવિદેહમાં સર્જંદા પ્રથમ લઘુ દીક્ષા અને પુનઃ વડી દીક્ષા એવા વ્યવહાર નથી. ત્યાં પ્રથમથી જ વડી દીક્ષા હાય છે, માટે તેને યાવકથિકસામાયિકચારિત્ર કહેવામાં • આવે છે.
આ બે ચારિત્ર પૈકી ઈત્વરથિક સાતિચાર અને * ઉત્કૃષ્ટ છ માસનુ હાય છે, જ્યારે યાવતથિક નિરતિચાર ( અલ્પ અતિચાર ) અને જીવનભરનું હોય છે.
(૨) ઈંદાપસ્થાપનીયચારિત્ર :
પૂર્વના સામાયિકચારિત્રના - પર્યાયના છેદ કરીને ઉપસ્થાપન કરવું, એટલે કે પુનઃ દીક્ષા લેવી, વિશુદ્ધ મહાવ્રતા અંગીકાર કરવા, તે છે-પસ્થાપનીયચારિત્ર કહેવાય છે. તેના સાતિચાર અતે નિરતિચાર એવા બે પ્રકારો છે. તેમાં જેણે મહાનતાના મૂળથી ભંગ કર્યો હોય તેને પુનઃ મહાવ્રતા આપવામાં આવે તે સાતિચાર છેદાપસ્થાપનીયચારિત્ર કહેવાય અને
સદોષ કે સદોષ કે નિર્દોષ
1
લઘુ દીક્ષાવાળા સાધુને શસ્ત્રપરિજ્ઞા નામનું અધ્યયન પૂરું થયા પછી વડી દીક્ષા આપવામાં આવે તેને નિરતિચાર