________________
સંવતત્વ · ત્રીજું છે અને સૂક્ષ્મસં૫રાય નામનું ચારિત્ર. ચહ્યું છે. પછી સર્વ જગતમાં પ્રસિદ્ધ એવું યથાખ્યાત નામનું ચારિત્ર છે કે જેને આચરીને સુવિહિત સાધુઓ મોક્ષ પામે છે. (૬) વિવેચન
ચારિત્રમેહનીય કર્મના ક્ષય, ઉપશમ કે - પશમથી પ્રકટ થયેલે આત્માને શુદ્ધ સ્વભાવ તે ચારિત્રકહેવાય છે. આ ચારિત્ર પાંચ પ્રકારનું છે: (૧) સામાયિક-- ચારિત્ર, (૨) છેદો પરથાપન કે છેદો પસ્થાપનીયચરિત્ર, (૩) પરિહારવિશુદ્ધિચાસ્ત્રિ, (૪) સૂમસં પરાયચારિત્ર, અને (૫) યથાખ્યાતચારિત્ર. આ પાંચ ચારિત્રનું સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે જાણવું : (૧) સામાયિકચારિત્ર:
આત્મા કર્મના સગે અનાદિકાળથી વિષમ રિથતિમાં રહેલ છે. આ વિષમ સ્થિતિને દૂર કરીને સમસ્થિતિમાં સમભાવમાં લાવવાનું મુખ્ય સાધન સામાયિકાસ્ત્રિ છે. તે હિંસાદિ સાવધ વેગને ત્યાગ કરવાથી તથા સંવરનિજેરાનું સેવન કરવાથી સિદ્ધ થાય છે. સમ એટલે. સમસ્થિતિ કે સમભાવ, તેને કાર એટલે લાભ તે સમાય. તેનાથી યુક્ત જે કિયા તે સામાયિ.
આ સામાયિગ્રાસ્ત્રિ બે પ્રકારનું છેઃ (૧) ઈતરકથિક અને (૨) ચાવતુકથિક. ભરતાદિ દશ ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પ્રથમ લઘુ દીક્ષા.