________________
સંવરતત્વ
હે ચેતન ! ધર્મ એ અબંધને બંધુ છે, અસહાયને સહાયક છે અને સર્વ પ્રકારની ઈષ્ટસિદ્ધિને આપના છે, માટે તેનું શરણું અંગીકાર કર.
“હે આત્મન ! ધર્મ આ ભવ તથા પરભવ બનેમાં સુખકારી છે તથા ક્રમશઃ મુક્તિસુખને આપનારે છે, માટે તેનું શરણ અંગીકાર કર.
“હે ચેતન ! કામધેનુ, કલ્પવૃક્ષ કે ચિંતામણિ રત્નથી જે ફલની પ્રાપ્તિ થાય છે, તે થેડે વખત જ સુખ આપે છે અને તે પણ અપૂર્ણ હોય છે, જયારે ધર્મના સેવનથી થતી ફલપ્રાપ્તિ ચિરકાળ સુધી સુખને આપનારી હેય છે તથા તે સુખ પૂર્ણ હોય છે. માટે તેનું શરણું અંગીકાર કર..
હે આત્મન ! આ જગતમાં એવું કયું દુખ છે કે જે ધર્મના સેવનથી ન ટળે? અથવા આ જગતમાં એવું કયું સુખ છે કે જે ધર્મના સેવનથી ન મળે? તાત્પર્ય કે દુઃખને દૂર કરવા અને સુખને સાધવાને સાચે ઉપાય ધર્મ છે, માટે તેનું શરણ અંગીકાર કર
હે ચેતન ! તું શ્રતધર્મ અને ચારિત્રધર્મનું શરણ સવીકાર, જેથી તારે ભવનિતાર શીધ્ર થશે.
“હે આમન્ ! તું ક્ષમાધર્મ, માઈવધર્મ, આર્જવધર્મ, મુક્તિધર્મ, ધર્મ, સંયમ ધર્મ, સત્યધર્મ, શૌચધર્મ, અકિંચનધર્મ, અને બ્રહાચર્યધર્મનું પાલન કર, જેથી તારે ભવનિતાર શીઘ થશે.