SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-તત્ત્વ દીપિકા (૧૨) સાયક દુર્લભભાવના—ધના ઉત્પાદક—ઉપદેશક એવા અરિહંત આદિની પ્રાપ્તિ પણ મહા દુર્લભ છે, એમ વિચારવું એ અહંન્દુભભાવના કે ચમ ભાવના કહેવાય છે. હ્યુ છે કે—— तित्थयर गणहरो, केवली य पत्तेयबुद्ध पुव्वधरा ॥ पंचविहायारधरो, दुल्लsो आयरियोऽवि || - તીથ"કર, ગણુધર, વલી, પ્રત્યેકબુદ્ધ, પૂર્વધર અને પાંચ પ્રકારના આચારને ધારણ કરનાર આચાર્ય પણ: આ લોકમાં પ્રાપ્ત થવા મહા દુર્લભ છે.' અહીં' એમ પણ વિચારવું ઘટે કે दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन | निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ॥ ૪ જિનમાંધવ શ્રી તીર્થંકરદેવે જગતના હિતાર્થે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધમ ઉપદેશ્ય છે, તે મારા મનમાં નિરંતર વાસ કરો. ’ વિશેષમાં એમ પણ વિચારવું ઘટે હું આત્મન્ ! ધર્મ એ મગલરૂપી કમલાનું કૈલિસ્થાન, કરુણાનું મ્તન, શિવસુખનું સાધન, ભવભયનું ખાધન અને જગતનો આધાર છે, માટે તેનું શરણુ અંગીકાર કર.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy