________________
સંવરતત્વ
૨૯૩ મનુષ્યભવ પામે. માટે શાસ્ત્રકારોએ તેને દશ દષ્ટાંતે દુર્લભ કહ્યો છે, તે યથાર્થ છે.
મનુષ્યપણું પામ્યા પછી કર્મભૂમિમાં અને તેમાંયે આર્ય દેશમાં જન્મ પામ દુર્લભ છે, તે પણ તું પામે. આર્યદેશમાં પણ ઉત્તમ કુળની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે પણ તને પ્રાપ્ત થઈ તેમાં પણ શરીર અને ઇંદ્રિયનું પુરું સામર્થ્ય હેવું દુર્લભ છે, પણ તે ય તને પ્રાપ્ત થયું. જે આયુષ્ય અતિ અલ્પ હોય તે શું થઈ શકે ? ઘણું માણસે ગર્ભાવસ્થામાં મરણ પામે છે અથવા જન્મ પામ્યા પછી થોડા જ વખતમાં વિવિધ રોગોને ભેગ બની મૃત્યુને આધીન થાય છે, ત્યારે તું તે દુર્લભ એવું દીર્ધાયુષ્ય પણ પાપે.
આ બધું પામવા છતાં બેધિને લાભ થવે, એટલે કે જૈન ધર્મની પ્રાપ્તિ થવી, અતિ દુર્લભ છે. તને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ, એ તારું પરમ સૌભાગ્ય માન અને
અરિહંત દેવ, નિર્ગથ ગુરુ તથા સર્વજ્ઞ-કથિત ધર્મના સિદ્ધાંતમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખ. - જેન મહર્ષિઓએ બેધિ અર્થાત્ સમ્યકૃત્વને ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક કહેલ છે, તેને મર્મ તું વારંવાર વિચાર. ખરેખર! આ જગતમાં બેધિ અર્થાત્ સમ્યક્ત્વ જેવી સુંદર કઈ પણ વસ્તુ નથી, અને જે સમ્યકત્વ હોય તે જ જ્ઞાન અને કિયા સફળ છે, માટે હે જીવ! તું સમ્યકત્વમાં બરાબર સ્થિર થા.”