________________
૨૯૨
નવન્તત્વ-દીપિક કર્મવશાત્ ઉત્પન્ન થયે ન હોય. આ લેકના સર્વ ભાગમાં તારું ભ્રમણ ચાલુ જ રહ્યું છે. - “હે જીવ! આ લોકનાં મથાળે રહેલી સિદ્ધશિલા. તરફ જ તારી દષ્ટિ રાખ. તારે એક દિવસ ત્યાં જ પહોંચવાનું છે.”
(૧૧) બદિલભભાવના–આ જીવને બોધિલાભ થ દુર્લભ છે, એમ ચિંતવવું, એ બેધિદુર્લભ ભાવના કહેવાય છે. તેમાં સામાન્ય રીતે આ પ્રમાણે ચિંતન કરવામાં આવે છે –
આ જીવને મનુષ્યત્વ, કર્મભૂમિ, આર્યદેશ, ઉત્તમ કુળ, શરીર અને ઇંદ્રિયનું પૂરું સામર્થ્ય, દીર્ઘ આયુષ્ય, સદ્ગુરુને ભેગ, શાસ્ત્રશ્રવણ અને બેધિની પ્રાપ્તિ ઉત્તરોત્તર ઘણું દુર્લભ છે.
“હે જીવ! તું મનુષ્યપણું શી રીતે પામે? પ્રથમ નિગદ અવસ્થામાં હતું, ત્યાં અનંત પુદ્ગલપરાવર્તકાળ સુધી ઝડપી જન્મ-મરણ ક્ય જ કર્યા અને અનંત દુઃખ ભગવ્યું. પછી તું પૃથ્વીકાયાદિ સ્થાવરપણું પાયે અને તેમાં અસંખ્યાત ઉત્સર્પિણ–અવસર્પિણીઓ વ્યતીત કરી. પછી ત્રસમણું પામ્ય અને અસંખ્યાતાકાળ સુધી બે– ઇંદ્રિય, ઇદ્રિય તથા ચઉરિંદ્રિયના ભવે કર્યા. પછી પંચેંદ્રિયમાં પ્રવેશ કર્યો અને નરક તથા તિર્યંચ અવસ્થામાં ઘણા કાળ સુધી દુઃખને અનભવ કરી છેવટે તું