________________
સંવરતવ
બીજાની નીચે નીચે વિસ્તીર્ણ. છત્રાકારે રહેલી રત્નપ્રભા વગેરે સાત નરકભૂમિઓ તેનાં બે પગનાં સ્થાને છે.
અસંખ્યાત દ્વિપસમુદ્રવાળે મધ્યલોક તથા સૂર્યચંદ્રાદિ જ્યોતિષચકો તેનાં નાભીસ્થાને છે. તેની ઉપર પહેલો–બીજે અને ત્રીજો-ચોથે દેવલેક અને તેની ઉપર બ્રહ્મલોક અર્થાત્ પાંચમે દેવક તેની બે કેણીઓ છે અને ઉપર બીજા સાત દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તરવિમાન અને છેવટે આવેલી સિદ્ધશિલા એ તેનાં મસ્તકનાં સ્થાને છે.
કુલ ચૌદ રજજુ પ્રમાણ ઊંચો આ લોક અનાદિ, અનંત, અકૃત્રિમ અને શાશ્વત છે. તથા ધર્મ, અધર્મ, આકાશ, કાલ,પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યોથી ભરેલો છે. તેની ચારે બાજુ અલોકાકાશ આવેલું છે, અર્થાત્ આ લોક આકાશના એક ભાગમાં જ અવસ્થિત છે.
આ લોકરૂપી રંગમંડપમાં આત્મા એ નટ છે અને કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ તથા ઉદ્યમ એ પાંચ સમવાય-કારણરૂપી વાજિંત્રએ નચાવ્યા મુજબ નાચે છે.
“હે ચેતન ! ચર અને સ્થિર, જંગમ અને સ્થાવર વસ્તુથી ભરેલા આ લોકનું સ્વરૂપ તું બરાબર સમજી લે. આ લોક દ્રવ્યથી નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, અને પર્યાયથી અનિત્ય છે, ચલ છે, અસ્થિર છે. - આ લેકને કોઈ પણ ભાગ એ નથી કે જ્યાં તું