________________
નવતરવ-દીપિકા
છે કે તારાથી તપશ્ચર્યા થતી નથી! શ્રી મહાવીર પ્રભુએ કેટલી તપશ્ચર્યા કરી ! અન્ય મહાપુરુષેએ કેટલી તપશ્ચર્યા કરી, તેને તું વિચાર કર.
“હે આત્મન ! તું અતિ ખાવાની તૃણું છોડી દે અને ઉદર ડું ઊણું રાખવામાં જ સંતોષ માન. કાયાની સુખશીલતાને ત્યાગ કર અને ધર્મસાધના–નિમિત્તનાં લેચ, વિહાર આદિનાં કષ્ટો સમભાવે સહી લે.
“હે ચેતન! તું બને તેટલું એકાંતનું સેવન કર અને અંગોપાંગ સંકેચીને રહે, કારણ કે એ સુંદર તપશ્ચર્યા છે.
વળી હે ચેતન ! જિનેશ્વર ભગવાને બતાવેલી અત્યંતર તપશ્ચર્યા ઘણી સુંદર છે. દોષ લાગતાં પ્રાયશ્ચિત લેવું, મેક્ષનાં સાધનને વિનય કરે, આચાર્ય, ઉપાધ્યાયાદિ દશનું નિરાશંસ ભાવે વિયાવૃત્ય કરવું, શાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન કરવું, કાત્સર્ગ અવસ્થામાં રહેવું, કષાયને વ્યુત્સર્ગ કરે આદિ. આ તપશ્ચર્યાની યથાશક્તિ આરાધના કરવાથી તે ભવભવમાં બાંધેલાં કર્મો ખપી જશે અને તું તારા નિર્મળ સ્વરૂપને પામી શકીશ.”
(૧૦) લેકસ્વરૂપભાવના–લેકના સ્વરૂપનું ચિંતન કરવું, તે લોકસ્વરૂપભાવના કહેવાય છે. તેમાં સામાન્ય રીતે આ પ્રકારે વિચારણા કરવામાં આવે છે?
“આ લોકરૂપી પુરુષ પગ પહોળા કરીને ઊભેલો છે અને તેણે પિતાના બે હાથ કેડ ઉપર રાખેલા છે. એક