________________
સંવતત્વ પ્રકારના પરીષહ સમભાવે સહી લે, દશ પ્રકારના યતિધર્મનું ઉત્સાહથી પાલન કર, બાર પ્રકારની ભાવનાઓનું સેવન કર તથા પાંચ પ્રકારના ચારિત્રને મર્મ વિચારી તેની ઉચ્ચ ભૂમિકાઓ અનુક્રમે ચઢતે જા.”
અહીં ગૃહસ્થ સાધકેએ વિશેષમાં એ પણ વિચારવું ઘટે છે કે “સંવરની સાધના માટે મહાપુરુષોએ સામાયિક, પ્રતિકમણ, પિષધ, જિનદર્શન, જિનપૂજા, ગુરુદર્શન આદિ જે જે ઉપાય બતાવ્યા છે, તેને હે જીવ! તું ખૂબ ખૂબ આદર કર અને તેનું બને તેટલું આરાધન કર.'
(૯) નિર્જરાભાવના-કર્મનિર્જરાના ઉપાય સંબંધી ચિંતન કરવું, તેને નિર્જરાભાવના કહેવાય છે. તેનું ચિંતન સામાન્ય રીતે આ પ્રમાણે કરવામાં આવે છે?
ઇંધનને ઢગલે અગ્નિથી બળીને ખાખ થઈ જાય છે, તેમ કર્મને ઢગલે તપ વડે બળીને ખાખ થઈ જાય છે; અથવા તળાવનું પાણું જેમ સૂર્યના આકરા તાપથી શેષાઈ જાય છે, તેમ કર્મ પણ તપથી શેષાઈ જાય છે. માટે હે જીવ! તું બને તેટલું તપનું આરાધન કર.”
“હે ચેતન! મારાથી તપ કેમ થશે? એમાં તે ઘણું કષ્ટ સહન કરવું પડે એ વિચાર તું હરગીઝ કરીશ નહિ, કારણ કે તે નરક-નિગદ તિર્યંચના ભાવમાં અનેક કષ્ટ સહન કર્યા છે, તેને તે આ લાખમે ભાગ પણ નથી. વળી તને કાયાની માયા એવી તે કેવી વળગી
૧૯