________________
સંવતત્ત્વ
૨૨૭
અહી” શરીરને ઉકરડા સાથે સરખાવવાનું કારણ એ છે કે ઉકરડામાંથી કચરો ઉપડયોન ઉપયો, ત્યાં ખીજે ચો આવી પડે છે અને તેથી તે ગંધાતા જ રહે છે, તેમ શરીરમાંથી એકત્ર થયેલા મલ હુઢયોન હેઠચોકે ખીજો મલ ભેગા થાય છે અને તેથી તે ગંધાતુ જ રહે છે.
(૭) આજવભાવના આસવના હેતુઓ અંગે ખાસ વિચારણા કરવી, તે આસ્રવભાવના કહેવાય છે. આ વિચારણા સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે. જેમ પર્વતમાંથી ચારે માજી પડતાં ઝરણાનાં પાણી વડે તળાવ જલ્દી ભરાઈ જાય છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેાગનાં કારણે આવેલાં કર્મોં વડે આત્મા ભરાઈ જાય છે, તેથી હે જીવ! તું આ પાંચ કારણેાથી વિરામ પામ. • મિથ્યાત્વના ચેાગે અનાદિ કાળથી તું આ સંસારમાં રખડતા રહ્યો છે અને તે ક્રમની ઉત્પત્તિનું મુખ્ય કારણુ છે, એમ સમજી તેના ત્યાગ કર
• વિષયના રસમાં લુબ્ધ બનેલા હાથી, માછલા, ભમરા, પત'ગિયા, હરણ વગેરે પ્રાણીઓના આખરી હાલ શું થાય છે? એ વિચારી તુ વિષયરસ-અવિરતિને છેડી દે. હું આત્મન્ ! દિવસ અને રાત્રિ સડસડાટ ચાલ્યા -જાય છે. કાળ કોઈને માટે ઉભા રહેતા નથી. જે ક્ષણા ગઈ તે પાછી આવતી નથી, એમ વિચારી તુ પ્રમાદને ત્યાગ કર અને ક્ષણે ક્ષણના આત્મહિતાર્થે ઉપયોગ કર
1