________________
२८२
નવનવ દીપિકા
આ ભાવના બાર પ્રકારની છેઃ (૧) અનિત્યભાવના, (૨) અશરણભાવના, (૩) સંસારભાવના, (ઈ એકત્વભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિસ્વભાવના, (૭) આશ્રવભાવના, (૮) સંવરભાવના, (૯) નિર્જરાભાવના, (૧૦) લકસ્વભાવભાવના, (૧૧) બધિદુર્લભ ભાવના અને (૧૨) અહંત દુર્લભભાવના કે જેને સામાન્ય. રીતે ધર્મભાવના કહેવામાં આવે છે.
કેટલાક ગ્રથિમાં દશમી ધર્મભાવના, અગિયારમી લેકસ્વભાવભાવના અને બારમી બેધિદુર્લભભાવના એ કમ પણ આપે છે, પરંતુ તેમાં કઈ તાત્વિક તફાવત નથી.
તત્વાર્થસૂત્રકારે ભાવનાના સ્થાને અનુપ્રેક્ષા” શબ્દને પ્રવેશ કર્યો છે, પણ તેને કેમ તે આ જ પ્રમાણે દર્શાવ્યું છે. જેમ કે “નિત્સારાણવિન્યાવિત્રાવ वरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्योतमनुचिन्तनमनुप्रेक्षाः।અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અશુચિ, આવ, સંવર, નિજેરા, લેક, બેધિદુર્લભ અને ધર્મ સ્વાખ્યાતનું અનુચિંતન એ અનુપ્રેક્ષાઓ છે.
આ બાર ભાવનાઓનું સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે જાણવું:
(૧) અનિત્યભાવના-શરીર, યૌવન, ધનસંપત્તિ તથા કુટુંબ વગેરેના સંબંધની અસ્થિરતા–અનિત્યતા ચિંતવવી, તેને અનિત્ય ભાવના કહે છે. નીચેનું પદ્ય અનિત્ય ભાવનાનું દ્યોતક છેઃ