________________
સવતત્ત્વ
૨૮૧
અશણુ, સંસાર, એકત્વ, અન્યત્વ, અણુચિત અને આશ્રવ નામની ભાવના છે. નવમી નિરા ભાવના છે.
ત્યાર પછી લકવભાવ નામની ભાવના છે. આધિ અને ધર્મના સાધક અરિહંતા દુર્લભ છે. આ બાર ભાવનાઓ પ્રયત્નપૂર્વક ભાવવી. (૬) વિવેચન :
ભવવૈરાગ્યાદ્વિ નિમિત્તે જે વારવાર લાવવામાં—વિચારવામાં આવે છે, તે ભાવના કહેવાય છે. અથવા જેના પુન : પુનઃ સ્મરણુવડે આત્મા મેક્ષાભિમુખ થાય, તે ભાવના કહેવાય છે. વધારે સ્પષ્ટતાથી કહીએ તેા જે મનવૃત્તિ શુભ વિચારવાળી હોય અને આત્માને મેક્ષના અભિલાષી અનાવવાપૂર્વક વૈરાગ્યાદિ સંયમસાધના પ્રત્યે દોરી જતી હાય, તેને ભાવના સમજવાની છે.
નિ થનાયકાએ ભાવનાનું મહત્ત્વ પ્રકાશતાં કહ્યું છે કે—
'
भावणाजोगसुद्धप्पा, जले नावा व आहिया । नावा व तीरसंपन्ना, सव्वदुक्खा तिउट्टई ॥ ભાવનારૂપી ચેાગથી શુદ્ધ થયેલા આત્માને જલમાં નૌકા સમાન કહેલા છે. નૌકા જેમ અથાગ જળને પાર ક્વીને કિનારે પહોંચે છે, તેમ આવા શુદ્ધ આત્મા ભવપર ંપ રાના નાશ કરીને સર્વે દુઃખાના અંત કરે છે.’