________________
સંવત
૪ કષાયને જ્ય, તથા મન, વચન અને કાયાના અશુભ વ્યાપારરૂપ ૩ દંડની નિવૃત્તિ.
જિનાગમાં કહ્યું છે કે – जह कुम्मे सअङ्गाई, सए देहे समाहरे। एवं पापाई मेहावी, अज्झप्पेण समाहरे ॥
જેમ કાચ પિતાના અંગોને શરીરમાં ગોપવી દે છે, તેમ બુદ્ધિમાન સાધક આધ્યાત્મિક ભાવના દ્વારા આત્માને અંતર્મુખ બનાવીને અસંચમથી પિતાને બચાવે.”
હિતકર, માપસર, પ્રિય અને ધર્મની પ્રેરણા આપે એવાં વચન બેલવાં, તે સત્ય કહેવાય છે. વળી લીધેલી શુભ પ્રતિજ્ઞાઓને પાળવી, તે પણ સત્ય કહેવાય છે. જિન ભગવંતાએ કહ્યું છે કે “દવસ ગાળ વદિ મેહાવી મા તારૂ –સત્યની આજ્ઞામાં રહેનારે તે બુદ્ધિમાન પુરુષ મૃત્યુને તરી જાય છે. તાત્પર્ય કે સદા સત્ય બલવું અને સત્ય આચરવું, એ સાધુપુરુષને પરમ ધર્મ છે.
શૌચ એટલે પવિત્રતા. એના બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારે છે. તેમાં સ્નાનાદિથી શરીરને શુદ્ધ કરવું તે બાહ્ય શૌચ ગણાય છે. આવું શૌચ સાધુઓને ક૫તું નથી, બાકી સંયમ અને તપનાં અનુષ્ઠાનેને લીધે તેમને દેહ પવિત્ર રહે છે. મનને પવિત્ર રાખવું એટલે કે તેના વડે દુષ્ટ વિચારે કરવા નહિ, એ અત્યંતર શૌચ કહેવાય છે. સાધુપુરુષે આવું શૌચ કેળવવા માટે સદા પ્રયત્નશીલ