________________
ર૭૮
નવતત્ત્વ-દીપિકા પોતાની પાસે કોઈ પણ પ્રકારની માલમત્તા રાખવી નહિ, તેને આકિંચન્ય કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે અપરિગ્રહી રહેવું, એ સાધુનો ઉત્તમ ધર્મ છે. પરિગ્રહથી મેહ-મમત્વ જાગે છે અને તેને લીધે મેક્ષમાર્ગની સાધનામાં અનેક પ્રકારના અંતરો ઊભા થાય છે, તેથી સાધુએ આકિંચન્ય ગુણને કેળવવાની ખાસ જરૂર છે.
બ્રહ્મ એટલે આત્મા. તેને વિષે ચરવું–લીન રહેવું, તે બ્રહ્મચર્ય કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે વિષયભેગને ત્યાગ કરીને આત્મરમરણતા કરવી, એ ઉત્તમ કેટિનું બ્રહ્મચર્ય છે. અથવા તે મન, વચન અને કાયાથી મિથુનને ત્યાગ કરે, તે બ્રહ્મચર્ય કહેવાય છે. ગુરુની આજ્ઞામાં તથા સાધુસમુદાયમાં રહીને તેના નિયમને અનુસરીને શાસને અભ્યાસ કરે તથા આત્મકલ્યાણકારી કિયાઓની તાલીમ લેવી, તેને બ્રહ્મચર્યવાસ કે ગુરુકુલવાસ કહેવામાં આવે છે. આ પણ ઉત્તમ પ્રકારને યતિધર્મ ગણાય છે.
આ દશ પ્રકારના યતિધર્મનું પાલન કરવાથી કર્મનું આગમન રેકાય છે અને આત્મવિકાસમાં ઝડપી પ્રગતિ થાય છે. (૧) ઉપક્રમઃ
સમિતિ, ગુપ્તિ, પરીષહ અને યતિધર્મનું વર્ણન કર્યા પછી હવે પ્રકરણકાર મહર્ષિ ભાવનાનું વર્ણન કરવા