________________
ર૭૬
નવતત્ત્વ-દીપિકા
ભરાય છે, અથવા કંઈક પ્રાપ્ત થાય તે અભિમાન કરે છે, વિવિધ પ્રકારના છલકપટને એટલે કે માયાને આશ્રય લે છે અને તે મિત્ર, મુરબ્બીઓ કે આપ્તજને જોડે પણ લડે છે. આ રીતે લેભથી સર્વ ઉત્તમ પ્રકારના ગુણેને નાશ થાય છે, તેથી સાધુપુરુષ કઈ પ્રકારને લેભ રાખે નહિ.
શરીર અને મનની શુદ્ધિ માટે બાહ્યઅત્યંતર તપશ્ચર્યા કરવી, એ તપ નામને યતિધર્મ છે. તે અહીં સંવરતત્ત્વના પ્રસંગે કહે છે, પણ આગળ નિર્જરાતત્વમાં વિસ્તારથી કહેવાશે, કારણ કે તેનાથી કર્મની નિર્જર પણું થાય છે. શ્રી તત્વાર્થસૂત્રના નવમા અધ્યાયમાં “તપના નિરા રૂા” એ સૂત્ર વડે આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે. જ્યાં યતિધર્મ કે સાધુધર્મનું સંક્ષેપથી કથન કરવામાં આવ્યું છે, ત્યાં અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ગુણને જ નિર્દેશ કરવામાં આવ્યું છે. તેમ જ “તપસ્વી' એ યતિ કે સાધુને પર્યાયશબ્દ બની ગયેલ છે, તે પરથી પણ તપનું મહત્વ સમજી શકાશે.
- મન, વચન અને કાયાને નિયમમાં રાખવા, તે સંયમ કહેવાય છે. અથવા સમ્યફ પ્રકારના જે યમ–મહાવતે કે અણુવ્રતે તેની ધારણા તે સંયમ છે. જૈન શાસ્ત્રમાં સાધુઓને માટે ૧૭ પ્રકારને સંયમ આરાધ્ય ગણાયેલે છે, તે આ પ્રમાણે –-૫ મહાવ્રત, ૫ ઈન્દ્રિયને નિગ્રહ,