________________
સંવરતવ
ર૭૫
માર્દવ કે મૃદતા કહેવામાં આવે છે. (૧) જાતિ, (૨) કુલ, (૩) રૂપ, (૪) એશ્વર્ય–મોટાઈ, (૫) વિજ્ઞાન-બુદ્ધિ, (૬) શ્રુત-શાસ્ત્રજ્ઞાન, (૭) લાભ-પ્રાપ્તિ તથા (૮) વીર્ય– . શક્તિ એ આઠ બાબતમાં મદ ન કરવાથી આ ગુણ કેળવી શકાય છે. ગુરુજનેને વિનય એ મૃદુતાની ખાસ નિશાની છે.
| માયા કે કુટિલતાના દેશે વિચારી તેને નિગ્રહ કરે, તેને આર્જવ કે સરલતા કહેવામાં આવે છે.
વિચાર એક પ્રકારને, વાણી બીજા પ્રકારની અને વર્તન ત્રીજા પ્રકારનું, એ પરિસ્થિતિને માયા, કુટિલતા કે દંભ કહેવામાં આવે છે. તેને ત્યાગ કરી વિચાર, વાણું અને વર્તનની એકવાક્યતા કેળવવી, તેને આર્જવ કે સરલતા કહેવામાં આવે છે. જિના મેમાં કહ્યું છે કે સરલતાને ધારણ કરનાર આત્મા જ ધર્મને સાચે અધિકારી છે. તે પરથી આ ગુણનું મહત્ત્વ સમજી શકાશે.
લેભને ત્યાગ કરે, તેને મુક્તિ કે નિર્લોભતા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
कोहो पीई पणासेइ, माणो विगयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सबविणासणो । - ક્રોધ પ્રીતિ કે સદ્ભાવને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રોને એટલે વિશ્વાસને નાશ કરે છે અને લેભ તે સર્વને નાશ કરે છે.”
લોભી મનુષ્ય પોતાની ઈચ્છા પૂરી ન થતાં ક્રોધે.