________________
સવારતા
રાહક
નવમા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં જણાવ્યું છે કે “ત્તમ क्षमामार्दवार्जवशौचसत्यसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्याणां धर्म:ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને ઉત્તમ (યતિ) ધર્મ છે.”
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ક્ષમા આદિ દશ પ્રકારને ધર્મ જ્યારે અહિંસા સત્ય આદિ મૂલ ગુણે અને સ્થાન–આહારની શુદ્ધિ આદિ ઉત્તરગુણના પ્રકર્ષથી યુક્ત હેય, ત્યારે યતિધર્મ બને છે, અન્યથા નહિ. અન્ય રીતે કહીએ તે અહિંસા આદિ મૂલગુણો કે તેમના ઉત્તરગુણોના પ્રકર્ષ વિના જે ક્ષમા આદિ ગુણ હોય તે તેને સામાન્ય ધર્મ કહી શકાય, પણ યતિધર્મ ન કહી શકાય.*
ક્રોધને નિગ્રહ કર એટલે કે ક્રોધને દબાવી દે, પણ તેને પ્રકટ કરે નહિ, તેને ક્ષમા કહેવામાં આવે છે. આ ક્ષમા પાંચ પ્રકારની છેઃ (૧) ઉપકાર-ક્ષમા, (૨) અપકારક્ષમા, (૩) વિપાક-ક્ષમા, (૪) વચન-ક્ષમા અને (૫) ધર્મ–ક્ષમા. * મનુસ્મૃતિમાં કહ્યું છે કે
क्षमा दया दमो ध्यान, सत्यं शीलं धृतिघृणा । विद्या विज्ञानमास्तिक्यमेतद् ब्राह्मणलक्षणम् ॥
ક્ષમા, દયા, ઈન્દ્રિયદમન, ધ્યાન, સત્ય, શીલ, ધેય, પાપ પ્રત્યે ધૃણું (તિરસ્કાર), વિદ્યા, વિજ્ઞાન (આત્મજ્ઞાન) અને આસ્તિક્ય એ દશ બ્રાહ્મણનાં લક્ષણો છે.' ૧૮