________________
૨૨
નવ-તત્વ-દીપિકા
નારાચ-સંઘયણ, અદ્ધનારાચ-સંઘયણું, કીલિકા–સંઘયણું અને સેવાર્ત-સંઘયણ, ઓછીવત્તી ખામીવાળાં હેવાથી પાપપ્રકૃતિને આધીન છે. સંસ્થાનમાં પણ આવું જ છે. પહેલું સમચતુરસ સંસ્થાન આદર્શ હેવાથી પુણ્યાધીન છે અને બાકીનાં પાંચ સંસ્થાને એટલે જોધપરિમંડલ, સાદિ, વામન, મુજ અને હુંડક ઓછી-વત્તી ખામીવાળાં હેવાથી પાપપ્રકૃતિને આધીન છે.
પાપના ખાસી ભેદો પરનું વિવેચન અહીં પૂરું થયું.
જેમ પુણ્યના પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એવા બે પ્રકારે છે, તેમ પાપના પણ પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એવા બે પ્રકારે છે. જે પાપનું ફળ ભેગવતાં નવું પાપ બંધાતું જાય, તે પાપાનુઅંધી પાપ અને જે પાપનું ફળ ભોગવતાં નવું પુણ્ય બંધાતું જાય, તે પુણ્યાનુબંધી પાપ.
એક મનુષ્ય પૂર્વે કરેલાં પાપના પરિણામે આજે દુઃખ ભોગવી રહ્યો છે અને હજી પણ પાપકર્મ કર્યું જ જાય છે, તેને પાપાનુબંધી પાપવાળે સમજ. આવા આત્માઓની હાલત અત્યંત બૂરી થાય છે. તેમની દુઃખપરંપરા દારુણ હોય છે અને તે લાંબો સમય ચાલ્યા કરે છે.
એક મનુષ્ય પૂર્વે કરેલાં પાપોને કારણે વર્તમાન ભવમાં દુઃખ જોગવી રહ્યો છે, પણ તે સમતાથી ભગવે છે, હાયય કરતું નથી અને ભવિષ્યમાં દુઃખ ભેગવવાને વખત ન આવે તે માટે પાપથી બીતે રહે છે તથા