________________
પાપતવ
હોય કે ચાલને અને કર્મને શું સંબંધ છે? એ તે પ્રાણીઓના સ્વભાવ અનુસાર થયા કરે છે, તે એ કથન. બરાબર નથી. સંસારી જીવની નાની-મોટી તમામ ક્રિયાઓ કર્મની સત્તા નીચે જ થાય છે, એટલે ચાલ તેમાંથી બાકી. રહી શકે નહિ. જેને પ્રાણીઓને સ્વભાવ કહેવામાં આવે. છે, તે સ્વભાવ અર્થાત્ વ્યક્તિત્વ પણ કર્મ અનુસાર જ ઘડાય છે, તેથી અશુભવિહાગતિને પાપકર્મનું પરિણામ માનવામાં કઈ આપત્તિ નથી.
ઉપઘાતનામકર્મની ગણના પણ અશુભ વર્ગમાં થાય છે, કારણ કે તેનાથી પડજીભ, ચાર દાંત, રસળી વગેરે ઉપઘાતકારી અવયની પ્રાપ્તિ થાય છે.
જે શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ અને શુભ સ્પર્શને પુણ્યનું પરિણામ માનીએ તે અશુભ કે અપ્રશરત વર્ણ, અપ્રશસ્ત ગંધ, અપ્રશસ્ત રસ અને અપ્રશસ્ત સ્પર્શને પાપનું પરિણામ જ લેખવું જોઈએ. જેનું રૂપ જેવું ગમે નહિ, જેના શરીરમાંથી દુર્ગધ આવ્યા કરતી હોય, જેને સ્વાદ અરુચિકર હેય તથા સ્પર્શ પણ ખેદ પમાડે તે હોય, તે પાપકર્મના ઉદય વિના કેમ સંભવે? તાત્પર્ય કે આ બધી પાપપ્રકૃતિની જ લીલા છે. - વજ-અષભ-નારાચસંઘયણ એ આદર્શ સંઘયણ છે, તેથી તેને પુણ્યાધીન માનવામાં આવ્યું છે, પરંતુ. ત્યાર પછીનાં પાંચ સંઘયણે એટલે અષભ-નારા–સંઘયણું,
-
7 :)