________________
નવતર-દીપિકા
હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને વેદ એટલે જાતીય સંજ્ઞા, એ કષાય જેટલી ભયંકર વૃત્તિઓ નથી, પરંતુ કષાયનું ઉદ્દીપન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, એટલે તેની ગણના પણું પાપપ્રકૃતિમાં જ થાય છે. જેનું પરિણામ બૂરું-અશુભ-અનિષ્ટ તેને પાપપ્રકૃતિ નહિ તે બીજું શું કહેવાય? - તિર્યચઢિક એટલે તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી. તિર્યચના આયુષ્યની ગણના પાપપ્રકૃતિમાં કરી નથી, કારણ કે તેમને પિતાનું જીવન પ્રિય હોય છે. તિર્યંચ ગતિનામકર્મથી જીવને તિર્યંચ તરીકે ઉત્પન્ન થવું પડે છે અને તિર્યંચાનુપૂર્વી તેને તિર્યંચ નિમાં ઉત્પન્ન થવાનાં સ્થાને લઈ જાય છે. તિર્યંચની અવસ્થા એ નિકૃષ્ટ અવસ્થા છે, તેમાં ઉત્પન્ન થવું કેને ગમે? પણ પાપી પ્રિવૃત્તિઓના પરિણામે જીવ તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂવી નામનું કર્મ બાંધે છે અને તેનું ફલ ભેગવવા માટે તેને તિર્યંચગતિમાં અવતરવું પડે છે. - પંચેન્દ્રિયપણું પુણ્યને આધીન છે, બાકીની બધી ' જાતિઓ એટલે એકેન્દ્રિયપણું, બેઈન્દ્રિયપણું, તેઈન્દ્રિયપણું
અને ચતુરિન્દ્રયપણું પાપી પ્રવૃત્તિઓના પરિણામે પ્રાપ્ત થાય છે.
અશુભવિહાગતિ એટલે અશુભ ચાલ, જેમાં કિઈ ઢંગ ન હોય એવી બેડોળ ચાલ. આવી ચાલ તે - પાપકર્મના પરિણામે જ સાંપડે ને? કઈ એમ કહેતું