________________
પાપતવ
ર૧૯
પણ જ્યારે તેમને એ ભાન થાય છે કે પાપને બદલે પછીના ભાવમાં પણ ભેગવવો પડે છે અને તે માટે નરક જેવાં નિકૃષ્ટ સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે, ત્યારે તેમનાં હાજાં ગગડી જાય છે અને તેમની પાપ કરવાની વૃત્તિ પર એક જાતને કુઠારાઘાત થાય છે.
ચારિત્રમેહનીયકર્મની પચીસ ઉત્તરપ્રકૃતિઓ છે.. તેમાં કષાયની મુખ્યતા હોવાથી અહીં વાર વાવ એ. શબ્દપ્રયોગ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદે કષાયને અર્થ નીચે મુજબ કરવામાં આવ્યું છે : મુદ્દ-સુવ—દૂ-ક્ષ,િ - જાતિ = कलु सति जं च जीवं, तेण कसाइ त्ति वुच्चंति ।।
“ઘણા પ્રકારનાં સુખ અને દુઃખથી યુક્ત એવા કર્મક્ષેત્રનું જે કર્ષણ કરે છે (ખેડે છે), અથવા જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે છે, તે કષાય છે.”
કષાયના મુખ્ય સૂત્રધારે ક્રોધ, માન, માયા અને લે છે. તેમાં ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રને નાશ કરે છે અને લેભ સર્વને નાશ કરે છે.
આ ચાર કષાયેના તીત્રાતિતીવ્ર, તીવ્ર, મધ્યમ અને ગૌણ એવા પ્રકાર કરતાં કક્ષાની સંખ્યા ૧૬ પર આવે છે અને તે બધીય એક યા બીજા પ્રકારે ચારિત્રગુણની. ઘાતક હેવાથી પાપપ્રકૃતિએ લેખાય છે.