________________
આચાર્ય–પદાર્પણના પ્રસંગે તે ઘણીવાર ઘણાં સ્થળે ઉજવાયા હશે, પરંતુ આ આચાર્ય–પદાર્પણના પ્રસંગે જે ઉલ્લાસ અને લગભગ પચાસ હજાર જેટલી વિશાળ માનવમેદની સાથે મુંબઈને પ્રત્યેક : આગેવાનની હાજરીનું દશ્ય જેણે જેણે નિહાળ્યું છે, તે તે મહાનુભાવો આજે પણ તે અવસરને યાદ કરીને અનુમોદના કરે છે. આવો. આચાર્ય પદવીને સમારોહ જૈન ઈતિહાસમાં પહેલે જ હતું. આ પ્રસંગ પછી તેઓ આચાર્ય શ્રી વિજ્યધર્મસૂરિજી તરીકે ખ્યાતિ. પામ્યા અને આજે તે આ નામ અતિ જોકપ્રિય બની હજારલાખ હેઠેએ ચડી ગયું છે.
ચાતુર્માસની પ્રવૃત્તિ
તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ કરે છે, ત્યાં દ્રવ્યાનુગ ગર્ભિત જિનવાણીને ઘેધ વરસાવે છે. જેના પરિણામે છઠું–અઠ્ઠમ તપ, સામુદાયિક એકાસણુની આરાધના, વર્ધમાન તપના પાયા, માસક્ષમણ, સિદ્ધિતપ વગેરે અનેક નાની મોટી તપશ્ચર્યાઓ મોટા પ્રમાણમાં થાય છે અને તેની ઉજવણીમાં મહત્સવો, તેમજ શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, સિદ્ધચક્રપૂજન, ઋષિમંડલપૂજન, અરિહંતમહાપૂજન વગેરે અનુષ્ઠાને ભવ્ય રીતે જાય છે. તેને લાભ હજારે આત્માઓ લે છે. વિશેષમાં પર્યુષણ પર્વની તપસ્યા કરનાર હજાર-પંદરસે મહા . નુભાવોનું સામુદાયિક બહુમાન કરવાના ભવ્ય સમારંભ પણ તેઓશ્રીની નિશ્રામાં અનેક વાર યોજાયેલા છે અને તે શાસનની પ્રભાવના. કરનાર નીવડ્યા છે.
અહી એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે સામાન્ય રીતે તેઓશ્રીનાં : વ્યાખ્યાને તત્વથી ભરપૂર હોય છે, પરંતુ ભગવતી સૂત્રની વાચના . શરૂ થાય તો તેમની પ્રવચનશક્તિ સોળે કળાએ ખીલે છે. તેમાંના .