________________
કુશાગ્ર બુદ્ધિ, વિનયશીલતા, અખંડ પરિશ્રમ અને ગુરુદેવની સતત કાળજી વગેરે કારણે વ્યાકરણ–કાવ્ય-મેષ-સાહિત્ય-ન્યાય વગેરે વિષયો ઉપરાંત પ્રકરણે, આગ ઈત્યાદિ અનેક ગ્રન્થને સુંદર અભ્યાસ મુખ્યતયા તેઓશ્રીએ એમના દાદા ગુરજી પાસે જ કર્યો. બાદ પૂ. શાસનસમ્રાના પદાલંકાર સિદ્ધાન્તવાચસ્પતિ પૂ. ઉદયસૂરીશ્વરજી મહારાજ અને આગોદ્ધારક પૂ. આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થતાં તેઓશ્રી પાસે બહત્કલ્પભાષ્ય, વિશેષાવશ્યક મહાભાષ્ય, તત્ત્વાર્થ પંચમાધ્યાય વગેરે ઉચ્ચતર શાસ્ત્રોના અભ્યાસને વેગ મળવાથી તેઓશ્રીના જ્ઞાનમાં સુંદર વિકાસ થયો. અમદાવાદમાં ૬ માઈલ જેટલે વિહાર કરી રોજ અભ્યાસ માટે પૂ. સાગરજી મહારાજ પાસે જતા આવતા હતા. શાસ્ત્રાભ્યાસની આવી અપૂર્વ તમન્નાને લીધે જ તેઓશ્રી કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ જેવા કર્મશાસ્ત્રોના વિષયમાં નિષ્ણાત બન્યા અને શ્રમણ સમુદાયમાં તેમની ગણના દ્રવ્યાનુયોગના સારા વિદ્વાન તરીકે થવા લાગી. પદપ્રાપ્તિ
મુનિશ્રી ધર્મવિજ્યજીને ગ્રહણ અને આસેવના એ બંને પ્રકારની શિક્ષામાં આગળ વધેલા જોઈ પૂ. આ. શ્રી વિજયમહનસૂરીશ્વરજી મહારાજે પાલીતાણામાં સં. ૧૯૯રમાં ગોહનની ક્રિયા પૂર્વક ગણુંપંન્યાસપદથી વિભૂષિત કર્યો અને સં. ૨૦૦૨માં શાસનસમ્રા ૫પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે અમદાવાદમાં તેમને હજારની માનવમેદનીની હાજરીમાં ઉપાધ્યાયપદવી અર્પણ કરી. ત્યારબાદ વિ. સં. ૨૦૦૬ની સાલમાં મુંબઈના ચિરસ્મરણીય ચાતુર્માસ પ્રસંગે ભાયખલામાં ઉપધાન–તપની માલારોપણને મંગલ અવસર ઉપસ્થિત થતાં મુંબઈના શ્રી સંઘની વિનંતિથી પૂ. આ શ્રી વિજયપ્રતાપસરીશ્વરજી મહારાજે સં. ૨૦૦૭ના પોષ વદિ ૫ના દિવસે તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કર્યો.