________________
કરે ,
" .
. ' ,
-
:
' '
i
કે
,
.
રાજમહેલ, જસદણ (કાઠીઆવાડ)
તા. ૩-૨-૧૯૬૪
પૂ. શ્રી કાનજીસ્વામી મહારાજ વીંછીયા અને જસદણમાં અનેકવાર પધાર્યા છે. તેમના ઉપદેશથી મંદિર બંધાય છે. વછીયામાં મંદિરનો મહોત્સવ થશે ત્યારે મેં ભાગ લીધેલ તેમ જ ઈન્દોરના હકમીચંદ્ર શેઠ પણ તે વખતે વીંછીયા આવ્યા હતા. વીંછીયા તે અમારા કુટુંબનું ખાસ પ્રિય ગામ તે છે જ પણ તે મહારાજની પણ ખાસ પ્રિય ભૂમિ છે. તેમના હીરક હસવમાં હું ભકિતથી અભિનંદન પાઠવું છું.
- આલા ખાચર (જસદણ દરબાર)
આફ્રિકાના અભિનંદન પરમ પૂજય સદ્ગુરુદેવને કોટી કોટી વંદન હો અને તેમના ૭૫મી જન્મ જયંતી મંગલદિને ભાવના ભાવીએ છીએ કે તેઓ ચિરાયું છે અને જગતના સર્વ જીવોનું કલ્યાણ કરે.
પૂજય ગુરુદેવને પૂર્વના સંસ્કારના કારણે નાની વયમાં જ વૈરાગ્યભાવના હતી. તેથી જૈનધર્મને પામવા માટે ઘણે તીવ્ર પુરુષાર્થ કરી અનેક શાસ્ત્રોને અભ્યાસ કરીને તેવા પુરુષાર્થથી સન્ધર્મનું રહસ્ય પામીને, અનુભવીને, સસ્વરૂપનું વર્ણન કરીને જગતના જીવને સને માર્ગે વાળ્યા છે. અને સરળ ભાષામાં પૂજય ગુરુદેવની વાણીના લાખે પુસ્તકો છપાયા. તેને લાભ આખા દેશમાં અને દૂરના દેશોમાં આફ્રિકા જેવા ખંડમાં, નાઈરોબી, મામ્બાસા, મોશી વગેરે સ્થળોએ મુમુક્ષુ જી લઈ રહ્યા છે.
સધર્મને સમજાવનારા જીવો મળવા બહુ દુર્લભ છે. એવા આ કાળે પૂજય ગુરુદેવે સળંધર્મની બંસરી બજાવીને પરંપરા તીકોએ બતાવેલા માર્ગને પ્રકાશ કર્યો છે અને અનેક ભવ્યોના સંસારના ઝેર ઉતાર્યા છે. આવું અપૂર્ણ કાર્ય તો આવા સંત પુરુષથી જ થઈ શકે અને ભાગ્યશાળી જીવો લાભ લઈને પોતાનું કલ્યાણ કરી રહ્યા છે.
અનાદિ કાળથી જૈનધર્મના વાસ્તવિક સ્વરૂપનું ભાન ભૂલેલા જીવોને ગુરુદેવે જગાડયા છે અને સરના જિજ્ઞાસુ બનાવ્યા છે. ગુરુદેવે સાચા સુખનો ઉપાય બતાવ્યો છે તે ઉપકારનો કોઈ રીતે બદલો વાળી શકાય તેમ નથી. અહા! પૂજ્ય ગુરુદેવના જેમને દર્શન થયા છે, જેમને તેમના પ્રત્યે પૂજયબુદ્ધિ જગી છે, જેમણે તેમની વાણી સાંભળી છે. તેમના સમાગમમાં રહી તેમનું અંતર જેણે રહ્યું છે, તેમના પ્રત્યે જેને શ્રદ્ધા થઈ છે, તે આસનભવ્ય જીવોનું અવશ્ય કલ્યાણ થાય–તેવો આ યોગ છે. અને ખરેખર ભાગ્યશાળી જીવ આવા સપુ થને ઓળખીને પોતાના આત્માનું કલ્યાણ કરીને જન્મ-મરણના ફેરા ટાળશે. એવી ભાવનાપૂર્વક અત્યંત ભકિતથી તેઓશ્રીના ચરણેમાં નમસ્કાર કરીને, હીરક યંતીના મંગળ પ્રસંગે આફ્રિકાના મુગુઓ વતી હાદિક શ્રદ્ધાંજલિ અને અભિનંદન પાઠવીએ છીએ.
આફ્રિકના અમુએ વતી –શા. ભગવાનજી કચરાભાઈ(આસા'
કે "
-
: GR