________________
*
कानजी स्वामि- अभिनन्दन ग्रंथ
ગુરુદેવ ! નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ, ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ, શુભાશુભ ભાવાથી ભિન્ન શુદ્ધાત્માનું-જ્ઞાયકદેવનું સ્વરૂપ વગેરે મૂળભૂત વિષય યથાથ પણે, સ્પષ્ટપણે, સૂક્ષ્મપણે પ્રકાશીને આપે. અથાગ ઉપકાર કર્યાં છે. આત્મ-અનુભવ વડે જ રત્નત્રયની પ્રાપ્તિ થાય અને તેનાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય એવું અસલી મૂળભૂત સ્વરૂપ સમજાવીને, તીથંકર દેવની દિવ્ય વાણીનુ ખરેખરુ' રહસ્ય સમજાવીને, આપે જગત ભારે ઉપકાર કર્યો છે. આપનાં ચરણેામાં પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર હા.
ઉપર
કેવળજ્ઞાનીના વિરહમાં આપે આપની અપૂર્વ શક્તિ વડે સ્વયં જ આ માગ શેાધી કાઢચે છે તે આપના આત્માના અપાર મહિમા છે. આપે સમ્યક્ પુરુષાથ વડે ભવના અંત કર્યો છે અને આપની વાણીનુ જે આરાધન કરે તેને ભવના અંત થાય છે.
હે ગુરુદેવ! આપના પ્રભાવનયાગ પણ અચિંત્ય છે. સૌરાષ્ટ્રભરમાં જ્યાં ધ'નું નામનિશાન પણ નહેાતું ત્યાં આપના પ્રતાપે અત્યારે ઘણાં ગામામાં શ્રીજિનેદ્રમદિરા સ્થપાયાં અને વીતરાગ માગ સ્થપાયા તે આપને પરમ પ્રભાવ છે.
આપ શ્રીજિનેન્દ્રદેવના પરમ ભક્ત છે. શ્રીજિનેન્દ્રદેવને આપે અંતરમાં વસાવ્યા છે. આપ શ્રી જિને દ્રદેવની કૃપાના મહાપાત્ર છે.
આપે સંઘસહિત ઉત્તર-દક્ષિણની જાત્રા કરીને જગતમાં દેહ-વાણીમનથી ભિન્ન શુદ્ધાત્મદ્રવ્યના ઉપદેશ આપી સત્ક્ષમ ના ભારે પ્રકાશ પાડયા છે. શ્રી જિને દ્રદેવ અને મહામુનિવરની ભક્તિ આપના રામેરામમાં વસી છે.
આપ જ્યાં જ્યાં બિરાજતા હૈા ત્યાં ત્યાં તે તે ગામમાં આનંદ મંગળ વર્તાઈ રહે છે. આપના પ્રતાપે જગલમાં પણ માઁગળ વર્તી રહે છે, આપે સુવણ પુરી-ધામને તે સાક્ષાત્ જંગલનુ મંગળ બનાવ્યું છે; સુવણ પુરી તે આપના પ્રતાપે ખરેખર અતિશયયુક્ત ખની છે. આપની શ્રાન્તિની છાયા સુવણ પુરીમાં છવાણી છે.