________________
कानजीस्वामि-अभिनन्दन ग्रथ
ધંધામાં જોડાણ છતાં વૈરાગ્યનો જાગૃતિ નાની વયમાં જ માતાપિતા કાળધર્મ પામવાથી તેઓશ્રી આજીવિકા અથે તેમના મેટા ભાઈ ખુશાલભાઈ સાથે પાલેજમાં ચાલ દુકાનમાં જોડાયા. ધીમે ધીમે દુકાન સારી જામી. વેપારમાં તેમનું વર્તન પ્રમાણિક હતું. એક વાર (લગભગ ૧૬ વર્ષની વયે) તેમને કોઈ કારણે વડોદરાની કોર્ટમાં જવું પડયું હતું. ત્યાં તેઓશ્રીએ અમલદાર સમક્ષ સત્ય હકીકત સ્પષ્ટતાથી જણાવી દીધી હતી; તેમના મુખ પર તરવરતી નિખાલસતા, નિર્દોષતા ને નીડરતાની અમલદાર પર છાપ પડી અને તેમણે કહેલી સવ હકીકત ખરી છે એમ વિશ્વાસ આવવાથી બીજા આધાર વિના તે સર્વ હકીકત સંપૂર્ણ પણે માન્ય રાખી.
પાલેજમાં તેઓશ્રી કઈ કઈ વખત નાટક જોવા જતાપરંતુ અતિશય આશ્ચર્યની વાત તો એ છે કે નાટકમાંથી ગંગારિક અસર થવાને બદલે કોઈ વૈરાગ્યપ્રેરક દશ્યની ઊંડી અસર તે મહાત્માને થતી અને તે કેટલાય દિવસ સુધી રહેતી. કઈ કઈ વખત તો નાટક જોઈને આવ્યા પછી આખી રાત વૈરાગ્યની વૃન રહેતી. એકવાર નાટક જોયા પછી શિવરમણી રમનાર તું, તે હી દેવને દેવ” એ લીટીથી શરૂ થતું કાવ્ય તેમણે બનાવ્યું હતું. સાંસારિક રસનાં પ્રબળ નિમિત્તોને પણ મહાન આત્માઓ વૈરાગ્યનાં નિમિત્ત બનાવે છે !
વૈરાગ્ય અને દીક્ષા આ રીતે પાલેજની દુકાનમાં વેપારનું કામકાજ કરતાં હતાં તે મહાત્માનું મન વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમને અંતવ્યપાર તે જુદો જ હતો. તેમના અંતરને સ્વાભાવિક છેક હમેશાં ધર્મ અને સત્યની શોધ પ્રતિ જ રહેતો. ઉપાશ્રયે કઈ સાધુ આવે કે તેઓ તે સાધુની સેવા તેમ જ તેમની સાથે ધાર્મિક વાર્તાલાપ માટે દોડી જતા અને ઘણો સમય ઉપાશ્રયે ગાળતા. ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. તેમનું ધાર્મિક જીવન અને સરળ અંતઃકરણ જોઈને તેમના સંબંધીઓ તેમને “ભગત” કહેતા. તેમણે તેમના મોટા ભાઈ ખુશાલભાઈને સ્પષ્ટ જણાવી દીધું હતું કે મારું વેવિશાળ કરવાનું નથી; મારા ભાવ દીક્ષા લેવાના છે.” ખુશાલભાઈ એ તેમને ઘણું સમજાવ્યા કે-“ભાઈ, તું ન પરણે તે ભલે તારી ઈચ્છા, પરંતુ તું તિક્ષા ન લે. તારે દુકાને ન બેસવું હોય તો ભલે તું આખો દિવસ ધાર્મિક વાંચનમાં ને સાધુઓના સંગમાં ગાળ પણ દીક્ષાની વાત ન કર.” આમ ઘણું સમજાવવા છતાં તે મહામાના વરાગી ચિત્તને સંસારમાં રહેવાનું પસંદ પડયું નહિ. દીક્ષા લીધા પહેલાં તેઓશ્રી કેટલાય મહિનાઓ સુધી આમાથી ગુરુની શોધ માટે કાઠિયાવાડ, ગુજરાત ને મારવાડમાં અનેક ગામ ફર્યા, ઘણા સાધુઓને મળ્યા પણ ક્યાંય મન કર્યું નહિ. ખરી વાત તે એ હતી કે પૂર્વ ભવની અધુરી મૂકેલી સાધનાએ અવતરેલા તે મહાત્મા પિતે જ ગુરુ થવાને ગ્યા હતા. આખરે બેટાદ સંપ્રદાયના હીરાચંદજી
s
,
N
5
છે
"
આ 2
?
, છે
- ,
"
T
,