________________
'
'
, ' ' + +hit
* અધ્યાત્મ સંત શ્રી કાનજીસ્વામી કે
[સંક્ષિપ્ત જીવન પરિચય)
[વિ. સં. ૧૯૬૯: વૈશાખ સુદ ૨
હિંમતલાલ જેઠાલાલ શાહ B. %..
જેમને આ હીરક જયંતી-અભિનંદન ગ્રંથ પ્રસિદ્ધ થઈ રહ્યો છે એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનું પ્રભાવશાળી જીવન વિદ્વાન વલબંધુશ્રી હિંમતલાલ જે. શાહે પિતાની ખાસ ભાવભીની શૈલિથી લખેલ છે. આજથી વીસેક વર્ષ પહેલાં લખાયેલા એ જીવનપરિચયમાં સં. ૧૯ સુધીની ગુરુદેવના જીવનની મુખ્ય મુખ્ય ઘટનાઓને ઉલ્લેખ છે. ભાઈશ્રી હિંમતલાલભાઈની સંમતિ અનુસાર એ જીવનપરિચય અહીં આપવામાં આવ્યું છે. આ જીવન પરિચય મુમુક્ષુ જેને સત્ અને સંત બંને પ્રત્યે પરમ બહુમાન જગાડીને આમાથતાનું પોષણ કરે છે.
–સંકલનકાર
જન્મ અને બાલ્યકાળ પરમ પૂજય અધ્યામસંત શ્રી કાનજીસ્વામીને શુભ જન્મ વિ. સં. ૧૯૪૯ ના વૈશાખ સુદ બીજ ને રવિવારના દિવસે કાઠિયાવાડના ઉમરાળા ગામમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં થયેલ હતું. તેઓશ્રીનાં માતુશ્રીનું નામ ઉજમબાઈ અને પિતાશ્રીનું નામ મિતીચંદભાઈ હતું. સાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક હતા. બાળવયમાં તેઓશ્રીને વિષે કઈ જોષીએ કહ્યું હતું કે આ કેઈ મહાપુરુષ થશે. બાળપણથી જ તેઓશ્રીના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને નેત્રોમાં બુદ્ધિ ને વીર્યનું તેજ દેખાતું. તેઓશ્રીએ ઉમરાનાની જ નિશાળમાં અભ્યાસ કર્યો હતો. જોકે નિશાળમાં તેમ જ જૈનશાળામાં તેઓશ્રી પ્રાયઃ પ્રથમ નંબર રાખતા તે પણ નિશાળમાં અપાતા વ્યાવહારિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિ અને તેમને લાગે છે એમ રહ્યા કરતું કે “હું જેની શોધમાં છું તે આ નથી” કઈ કેઉં વાર આ દુખ તીવ્રતા ધારણ કરતું, અને એક વાર તે, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળ-મહાત્મા સતના વિયેગે ખૂબ રડ્યા હતા.
અર
"
કે,
આ